રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાને મહાપાલિકા બનાવવા મંગળવારે ૧૦ ગામના સરપંચો સાથે બેઠક


SHARE









મોરબી પાલિકાને મહાપાલિકા બનાવવા મંગળવારે ૧૦ ગામના સરપંચો સાથે બેઠક

મોરબી પાલિકાને મહાપાલિકાના દરજ્જા આપવા માટે અગાઉ પણ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ કાનૂની લડાઈ કરીને પાલિકામાં સમાવવામાં આવેલ ગામોને પાલિકામાંથી કાઢવાની ફરજ પડી હતી જો કે સરકાર દ્વારા ફરી મોરબી પાલિકાને મહાપાલિકા બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે રવાપર, મહેન્દ્રનગર,શનાળા સહિતના ૧૦ ગામોના સરપંચની સાથે કલેકટર કચેરીમાં બેઠક રાખવામા આવી છે

ગુજરાત સરકાર દ્વારા મોરબી સહીત રાજ્યની ૨૨ પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવા માટેની વિચારણા કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની આજુબાજુના ૧૦ ગામોના સરપંચને આગામી તા ૩૦ ને મંગળવારે કલેકટર કચેરીએ અભિપ્રાય માટે બોલાવવામાં આવ્યા છે જો કે, અગાઉ જેવુ કરવામાં આવ્યું હતું તેવું હાલમાં નહીં કરવામાં આવે અને જો પાલિકાને મહાપાલિકા બનાવવાની હોય તો જ આજુબાજુના ગામનો પાલિકામાં સમાવેશ કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે અને રાજકીય આકાઓ સહિતનાઓ માટે કમાઉ દીકરા જેવા આજુબાજુના ગામનો મોરબી પાલિકામાં સમાવેશ કરીને મોરબીને મહાપાલિકાનો દરજ્જો મળે તેના માટે સરપંચો સહિતના આગેવાનો સહમત થશે તે કેમ તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે




Latest News