મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જોખમરૂપ બીલ્ડિંગોનો સર્વે કરો, જોખમી હોર્ડિંગ અને વેપારીઓના રોડ ઉપરથી પથારા હટાવવાની માંગ


SHARE













મોરબીમાં જોખમરૂપ બીલ્ડિંગોનો સર્વે કરો, જોખમી હોર્ડિંગ અને વેપારીઓના રોડ ઉપરથી પથારા હટાવવાની માંગ

મોરબીના જાગૃત નાગરીક દ્વારા હાલમાં જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને મોરબી શહેરના મુખ્ય માર્ગો તથા સોસાયટી વિસ્તારેમાં રહેલ જોખમી ઈમારતનો સર્વે કરાવવામાં આવે અને તેના બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

હાલમાં અહીંના પી.પી.જોશી દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરીને જણાવવામાં આવે છે કે આગમી દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની તૈયારી છે અને અવારનવાર વાવાઝોડા તેમજ જોરદાર પવન ફુંકાઇ છે ત્યારે મોરબી શહેરના મુખ્ય માર્ગો તેમજ સોસાયટી વિસ્તારોમાં હાલ એવા ઘણા મકાનો-દુકાનો તેમજ બિલ્ડીંગો છે જે જર્જરીત હાલતમાં છે જેમાં અનેક કિસ્સાઓમાં આવી બીલ્ડીંગોના માલિકો વિદેશ રહેતા હોય કે અન્ય જગ્યાઓએ રહેતા હોવાથી જેતે બિલ્ડીંગ કે ઘર-દુકાનની માવજત થતી નથી અને આવા મકાનો ઘણી વખત મેઇન રોડ ઉપર કે શેરી ગલ્લીમાં હોય છે અને અવારનવાર નાના-મોટા અકસ્માતો બનતા રહે છે જેમાં ઘણા કેસમાં લોકોને ઇજા થતી હોય છે તો અમુક કિસ્સાઓમાં લોકોના જીવ પણ ગયા હોવાના ભુતકાળમાં દાખલા બનેલા છે.અને ભુલ કોઇની હોય અને ભોગવવુ કોઇએ પડે તેવું પણ અગાઉ મોરબીમાં બની ચૂક્યુ છે.તેમજ રસ્તા ઉપર જતા વાહન ચાલકો કે રાહદારી હોય પણ ભોગ બનવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂકી છે જેમાં અનેક વખત મહામૂલી માનવ જિંદગી પણ લોકોએ ગુમાવી પડે તેવા બનાવો બન્યા હોય હાલ વહેલી તકે આવા જોખમરૂપ મકાન-દુકાન કે બિલ્ડિંગોના સર્વે કરાવવામાં આવે અને આ બિલ્ડીંગ ધારકો વિરૂધ્ધ નિયમ મુજબની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

તેમજ મોરબી શહેરમાં ઘણી જગ્યાઓએ ખાનગી મિલકતો ઉપર જાહેરાતના મોટા હોર્ડીંગ બોર્ડ પણ લગાવવામાં આવેલ છે જે પૈકી ઘણા મોતના માચડાની જેમ લટકી રહ્યા હોય તેવી હાલત છે અને તાજેતરમાં ટંકારામાં પણ આવા બનાવો બનેલ છે જેમા વાવાઝોડામાં બેનર-બોર્ડ ઊડી જવાના બનાવ બન્યા છે.ત્યારે આવા મંજૂરી વગર લગાવાયેલા જોખમરૂપ હોર્ડીંગ બોર્ડ પણ લોકોની સલામતી માટે હાલ ઉતારી લેવા જોઈએ ઘણી જગ્યાએ ભયજનક રીતે બોર્ડ-બેનરો તેમજ હોર્ડીંગ લટકી રહ્યા છે ક્યારે પડે તેનો કાંઈ નકકી હોતું નથી અને તેમાં કોઈ રાહદારી કે અન્ય લોકોને ઈજા અકસ્માત થાય તો તેનું જવાબદાર કોણ..? આ માટે સાવચેતીના ભાગરૂપે પગલાં લેવા જોઈએ અને આવા જોખમરૂપ બોર્ડ ઉતારવાની સૂચનાઓ આપી જોઈએ કોઈ મોટો અકસ્માત બનતો અટકે તે માટે આવા પગલા લેવા જોઈએ.તેમજ મોરબી શહેરના શાકમાર્કેટ ચોકથી પરા બજાર અને ત્રિકોણબાગ સુધીના વેપારીઓ પોતાના માલસામાન આડેધડ રોડ ઉપર રાખે છે ત્યાં પણ રાહદારીઓને ચાલવાની જગ્યા રહેતી નથી માટે નગર દરવાજા ચોકની બંને બાજુ તથા પરા બજારમાં ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેમજ નિયમોને નેવે મૂકીને પરા બજાર પાસે કોમર્શિયલ ગેસના બાટલા જાહેરમાં મુકીને વેચતા વેપારીઓ પોતાના ગેસના બાટલા રોડ ઉપર મૂકે છે જે પણ કોઈ દિવસ અકસ્માત સર્જે અને કોઈ નિર્દોષ લોક લોકો તેમાં ભોગ બને તેવી બાબતો હોય આ અંગે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે અને જવાબદારો સમય પગલાં લેવામાં આવે તેવી પણ ટીપી જોશી દ્વારા માંગ કરવામાં આવી છે કારણ કે ગેસનો બાટલો રોડ ઉપર મૂક્યો હોય એને કોઈ અકસ્માત સર્જાય અને તેમાં બાટલો ફાટે કે અન્ય કોઈ દુર્ઘટના બને અને તેમાં કોઈ ઈજા પામે તે જીવ ગુમાવે તો તેના માટે કોને જવાબદાર ઠહેરો આમ આવા બનાવો બને તે પહેલા જ જવાબદારો સામે પગલાં લેવામાં આવે તો આવા અકસ્માતો બનતા અટકાવી શકાય માટે લોકોના હિતમાં ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈને પગલાં લેવામાં આવે તેવી મોરબીના ટીપી જોશી દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે.






Latest News