મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર નજીક સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત


SHARE















મોરબીના ખાનપર નજીક સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત

મોરબીના ખાનપર રોડ ઉપરથી બાઇક લઈને જઈ રહેલા આધેડના બાઇકને છોટા હાથીના ચાલકે થોડા દિવસો પહેલા હડફેટે લીધું હતૌ જેથી કરીને સર્જાયેલા અકસ્માતના બનાવમાં ગંભીર રીતે આધેડેને ઇજા થયેલ હતી જેથી તેમને સારવારમાં લઈ જવાયા હતા અને બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાનમાં સારવારમાં રહેલા આધેડનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.


વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૂળ ખાનપર ગામના વતની અને હાલ મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટની સામે આવેલ ક્રિષ્ના સોસાયટીમાં રહેતા વસંતભાઈ છગનભાઈ જીવાણી નામના ૫૨ વર્ષના આધેડ ગત તા.૯-૫ ના રોજ મોરબીથી સહકારી મંડળીમાં પૈસા ભરવા માટે ખાનપર ગામ તરફ જતા હતા ત્યારે મોરબી-ખાનપર રોડ ઉપર પંપની સામે બપોરના ૧૨ વાગ્યાના અરસામાં તેમના બાઇકને છોટા હાથીના ચાલકે હડફેટે લીધુ હતુ જેથી આધેડને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા આ બનાવમાં બાદમાં ભોગ બનનારના ભત્રીજા રજનીકાંતભાઇ વશરામભાઇ જીવાણી જાતે પટેલ (૪૫) એ છોટા હાથી નંબર જીજે ૩૬ વી ૦૫૪૭ ના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં ગત તા.૨૮-૫ ના રોજ ૧૧ વાગ્યાના અરસામાં સારવારમાં રહેલા વસંતભાઈ છગનભાઈ જીવાણી નામના આધેડનું મોત નીપજ્યું હતું જે અંગે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલ હોય હાલ તાલુકા પોલીસ દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

 

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસેથી બાઈક લઈને જતા યુવાનના બાઈકને ટ્રેઇલર ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા મનીષભાઇ બાલુભાઈ સુરાણી નામના ૩૯ વર્ષના યુવાનને ઇજા પહોંચતા અત્રેની સાગર હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો બનાવ સંદર્ભે હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ શક્તિ ચેમ્બર પાછળના ઉમિયાવયનગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ બાલાભાઈ સોલંકી નામના ૩૨ વર્ષના યુવાનને વાંકાનેર હાઇવે શક્તિ ચેમ્બર નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

 

આધેડ સારવારમાં

મોરબી તાલુકાના ચાંચાપર ગામે રહેતા અશોકભાઈ મનજીભાઈ રાંકજા નામના ૫૩ વર્ષના આધેડને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ દ્વારા સારવાર કર્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા સામે આવ્યું હતું કે રાત્રિના સમયે અશોકભાઈ રાંકજા બાઈક લઈને ચાંચાપર-ખાનપર રોડ ઉપરથી જતા હતા ત્યારે રસ્તામાં તેઓના બાઈક સાથે રોજડું અથડાવવાનો અકસ્માત બનાવ બન્યો હતો જેમાં હાથે-પગે અને છાતીના ભાગે ઇજાઓ થતા અશોકભાઇને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા હાલ તાલુકા પોલીસ મથકના એન.જે.ખડીયા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News