મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસેથી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ: આરોપીની શોધખોળ


SHARE









મોરબીની રવિરાજ ચોકડી પાસેથી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ: આરોપીની શોધખોળ

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામથી મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસેથી રીક્ષા પસાર થઈ હતી તે રીક્ષાને રોકવા માટેનો પ્રયત્ન કર્યો હતો ત્યારે રીક્ષા ચાલક પોતાની રીક્ષા છોડીને ત્યાંથી નાશી ગયો હતો દરમિયાન તે રીક્ષાને ચેક કરવામાં આવતા તેમાંથી ૧૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને રીક્ષા મળીને ૧.૦૨ લાખના મુદ્દામાલને કબજે કર્યો હતો અને રીક્ષા ચાલક સામે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી નજીક આવેલ રવિરાજ ચોકડી પાસેથી સીએનજી રીક્ષા નં જીજે ૩૬ યુ ૮૭૨૫ પસાર થઈ રહી હતી ત્યારે તે રીક્ષાને રોકવા માટેનો પ્રયત્ન કર્યો હતો ત્યારે રીક્ષા ચાલક રવિરાજ ચોકડી પાસે પોતાની રીક્ષા છોડીને નાસી ગયો હતો જેથી કરીને પોલીસ દ્વારા રિક્ષાને ચેક કરવામાં આવતા તેમાંથી ૧૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી બે હજાર રૂપિયાની કિંમતનો દેશી દારૂ તથા એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૧.૦૨ લાખનો મુદ્દામાલ પોલીસે કબજો કરીને રીક્ષાને રેઢી મૂકીને નાસી ગયેલા રીક્ષા ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News