મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પથિક સોફ્ટવેરમાં માહિતિ અપલોડ ન કરનારા વધુ એક હોટલના સંચાલક સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં પથિક સોફ્ટવેરમાં માહિતિ અપલોડ ન કરનારા વધુ એક હોટલના સંચાલક સામે ગુનો નોંધાયો

મોરબી શહેરના સનાળા રોડ ઉપર અજંતા શોપિંગ સેન્ટરમાં આવેલ રાધે હોટલમાં સંચાલક દ્વારા પથિક સોફ્ટવેરમાં પ્રવાસીઓની માહિતી અપલોડ કરવામાં આવી ન હતી જેથી કરીને જાહેરનામાના ભંગ સબબ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસઆઇટીની ટીમ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સીરામીક ઉદ્યોગ આવેલ છે તેમજ અન્ય ઉદ્યોગો આવેલા છે જેથી કરીને ઉદ્યોગમાંથી માલની ખરીદી કરવા માટે થઈને વેપારીઓ, ટ્રેડર્સો વગેરે આવતા હોય છે દરમિયાન તેઓ મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં આવેલી હોટલમાં રોકાણ કરતા હોય છે ત્યારે બહારથી આવતા વેપારીઓની પથિક સોફ્ટવેરમાં હોટલના સંચાલકો દ્વારા માહિતી અપલોડ કરવાની હોય છે તેના માટે થઈને મોરબી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા થોડા દિવસો પહેલા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ તે જાહેરનામાની અમલવારી કરવામાં આવતી ન હોવાથી હવે હોટલના બેદરકાર સંચાલકો સામે ગુના નોંધવાનું શરૂ કરવામાં આવ્યું છે અગાઉ એક હોટલના સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનની સામે અજંતા શોપિંગ સેન્ટરમાં આવેલી રાધે હોટલના સંચાલક દ્વારા ત્યાં આવતા પ્રવાસીઓની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરેલ ન હોવાથી હોટલના સંચાલક કિશોરભાઈ નાથાલાલ ભટ્ટ જાતે બ્રાહ્મણ (૭૧) રહે. ચિત્રકૂટ સોસાયટીમોરબી વાળાની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસ.આઈ.ટી. ના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૧૮૮ તથા જીપીએફની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News