વાંકાનેર નજીક લીંબાળાની ધાર પાસેથી ૭૮ બોટલ દારૂ સાથે બે પકડાયા
મોરબીની પીપળીયા ચોકડી પાસેથી બે બળદને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જનારા વાહન ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીની પીપળીયા ચોકડી પાસેથી બે બળદને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જનારા વાહન ચાલક સામે ગુનો નોંધાયો
મોરબી તાલુકાની પીપળીયા ચોકડી પાસેથી પસાર થઈ રહેલ વાહનમાં બે બળદને ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહ્યા હતા જેથી કરીને તે વાહનને રોકીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બળદને ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર વાહનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જનાર સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાની પીપળીયા ચોકડી પાસેથી પાસેથી અશોક લેલન કંપનીનું દોસ્ત એલ.એસ. મોડલનું વાહન નંબર જીજે ૧ સીવાય ૪૨૭૪ પસાર થઈ રહ્યું હતું જે વાહનની અંદર બે ગૌવંશ બળદને દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જતા હતા અને તેમાં વાહનમાં ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય જેથી કરીને આ બાબતે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દશરથભાઈ જસાભાઈ હુંબલ (૩૩) રહે. મોટી બરાર તાલુકો માળીયા વાળાએ રાહુલભાઈ વાસાભાઈ ગમારા જાતે ભરવાડ (૨૩) રહે. લતીપર ગામ તાલુકો ધ્રોલ વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ૧૦૦૦ ની કિંમતના બે ગૌવંશ અને ૫૦,૦૦૦ ની કિંમતનું વાહન આમ કુલ મળીને ૫૧,૦૦૦ ની કિંમતનો મુદામાલ કબજે કરી પશુ પ્રત્યે ઘાતકીપણા એકટ ૧૯૬૦ ની કલમ ૧૧(૧) (ડી), (ઇ), (એચ), (એફ) મુજબ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે