બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક લીંબાળાની ધાર પાસેથી ૭૮ બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE









વાંકાનેર નજીક લીંબાળાની ધાર પાસેથી ૭૮ બોટલ દારૂ સાથે બે પકડાયા

વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે ઉપર લીંબાળાની ધાર પાસે બજરંગ હોટલ નજીક પડતર જગ્યામાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી કરીને ત્યાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની ૭૮ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૨૯,૨૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી બે શખ્સોની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર ચોટીલા હાઈવે ઉપર આવેલી લીંબાળાની ધાર પાસે બજરંગ હોટલની નજીક ખુલ્લી જગ્યામાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૭૮ બોટલ મળી આવી હોય પોલીસે ૨૯૨૫૦ ની કિંમતનો દારૂ જથ્થો કબ્જે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી વિવેકભાઈ મંછારામ ગોંડલીયા જાતે બાબાજી (૨૦) રહે ગારીયા તાલુકો વાંકાનેર અને બળવંતભાઈ નાગરભાઈ સાકરીયા જાતે કોળી (૨૪) રહે મકાનસર તાલુકો મોરબી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તે બંને શખ્સોની ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે  અને આ બંને પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યા હતા તે દિશામાં હવે પોલીસે તપાસ શરૂ કરી છે




Latest News