હળવદના શક્તિનગરથી સુખપર વચ્ચે ટ્રક ચાલકે બોલેરોને હડફેટે લેતા યુવાનનું મોત
મોરબીની પંચાસર ચોકડીએ મોડીરાત્રીના ગમખવાર અકસ્માત : આમરણ ઉર્ષમાંથી પરત રાજકોટ જતા પરિવારના વાહન સાથે કાર અથડાતા બાળકીનું મોત, છ લોકોને ઇજા થતા રાજકોટ ખસેડાયા
SHARE
મોરબીની પંચાસર ચોકડીએ મોડીરાત્રીના ગમખવાર અકસ્માત : આમરણ ઉર્ષમાંથી પરત રાજકોટ જતા પરિવારના વાહન સાથે કાર અથડાતા બાળકીનું મોત, છ લોકોને ઇજા થતા રાજકોટ ખસેડાયા
મોરબીની પંચાસર ચોકડી પાસે મોડીરાત્રીના બારેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ભાર વાહન સીએનજી વાહન સાથે કાર અથડાતા મોરબી તાલુકાના આમરણ ગામે યોજાતા ઉર્સમાંથી પરત રાજકોટ જતા મુસ્લીમ પરિવારની છ વર્ષની બાળકીનું મોત નિપજયુ છે.જ્યારે પરિવારના છ લોકોને ઈજા થતા મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.
ઉપરોક્ત અકસ્માત બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે મોરબીની પંચાસર ચોકડી નજીક મોડીરાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રાજકોટના મુસ્લીમ પરીવારના સીએનજી છોટા હાથી જેવા વાહન નંબર જીજે ૩ બીડબલ્યુ ૭૩૧૨ ની સાથે કાર અથડાવાના બનેલ બનાવમાં સારીન ઈરફાનભાઇ હસનભાઈ બાકરોલિયા જાતે મુસ્લિમ (ઉંમર ૬) રહે.રાજકોટ રસુલપરા કોઠારીયા સોલ્વન્ટ નજીક ગોંડલ ચોકડી નામની બાળકીનું મોત નીપજ્યું હતું અને આ બનાવમાં તે જ પરિવારના નિઝામુદ્દીન હાસમભાઇ બાકરોલીયા (૪૨), ઇરફાન હાસમભાઇ બાકરોલીયા (૩૮), મહેઝબીન ઇરફાનભાઇ બાકરોલિયા (૩૫), સેઝાનબેન નિઝામુદ્દીન બાકરોલિયા (૧૬), ગુલઝારબેન નિઝામભાઈ બાકરોલિયા (૪૨) અને યાસ્મીન ઇમરાનભાઈ બાકરોલિયા (૨૮) રહે.બધા રાજકોટ રસુલપરા કોઠારીયા સોલ્વન્ટ નજીક ગોંડલ ચોકડી વાળાઓને ઇજા પહોંચતા મોરબીની સિવિલ હોસ્પિટલ તેમજ અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર કરવામાં આવ્યા બાદ ઇજાગ્રસ્તોને હાલ રાજકોટ ખસેડવામાં આવ્યા હોવવાનું જાણવા મળેલ છે અને આ બનાવની અંદર હાલમાં છ વર્ષની સારીન ઈરફાનભાઇ બાકરોલીયા નામની બાળકીનું મોત નિપજેલ છે.
વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગઈકાલે મોરબી તાલુકાના આમરણ ગામે ઉર્ષ નિમિત્તે મેળો હોવાથી રાજકોટનો બાકરોલિયા પરિવાર કાર લઈને મોરબીના આમરણ ગામે ગયો હતો અને ઉર્સમાંથી પરત રાજકોટ જતા સમયે રાતે બારેક વાગે મોરબીની પંચાસર ચોકડી નજીક તેઓની કાર સાથે અન્ય કાર અથડાઈ હતી અને તે બનાવની અંદર પરીવારમી એક બાળકીનું મોત થયેલ છે જ્યારે પરિવારના છ સભ્યોને ઇજા થતા મોરબી બાદ હાલ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળે છે.બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા ફરિયાદ લેવાની આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં વૃદ્ધનું મોત
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ કચ્છના કાનમેર ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવની અંદર રાયધનભાઈ ભુરાભાઈ ઠાકોર (ઉમર ૬૫) રહે.મેવાસા તાલુકો રાપર જિલ્લો કચ્છ (ભુજ) વાળાનું મોત નીપજતા ડેડબોડી પોસ્ટમોટમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી જેથી જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે તપાસ કરીને બનાવ અંગે સંલગ્ન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી.