મોરબી : માળીયા(મિં.) ના હરિપર નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનને અમદાવાદ ખસેડાયો
SHARE
મોરબી : માળીયા(મિં.) ના હરિપર નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનને અમદાવાદ ખસેડાયો
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકામાં આવેલા હરીપર ગામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમા મોડી રાત્રે બનેલ વાહન અકસ્માતમાં ઘવાયેલ મોરબીના યુવાનને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે હાલ અમદાવાદ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માણિયા મિંયાણા તાલુકાના હરીપર ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને ગત મોડી રાત્રિના બનેલ આ અકસ્માત બનાવમાં મોરબીના વિજય રાજેશભાઈ રાણા નામના ૨૮ વર્ષના યુવાનને ઇજા પહોંચતા અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં તેની પ્રાથમિક સારવાર કરવામાં આવ્યા બાદ તેને જાતે વધુ સારવાર માટે હાલ અમદાવાદ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ માટે બનાવની માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઝેરી અસર થતા સારવારમાં
મોરબીના રાજકોટ હાઇવે ઉપર વિરપર ગામ પાસે આવેલા પૃથ્વી પોલિપેક નામના કારખાનાની અંદર કોઈ કારણોસર ઝેરી અસર થતા દિપક પાલાભાઈ સારીયા નામના ૪૦ વર્ષના મૂળ આલીધ્રા તાલુકો મેંદરડા જીલ્લો જુનાગઢ હાલ રહે.વિરપર પૃથ્વી પોલિપેક મોરબી વાળાને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો ત્યાંથી બનાવ અંગે એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસે ગત મોડીરાત્રીના બાઈક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ઇજા થતા મેહુલ રતિલાલભાઈ સોરીયા (ઉમર ૪૨) રહે.મોરબી વાળાને ઇજા થતા અત્રેની ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો