મોરબી : માળીયા(મિં.) ના હરિપર નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનને અમદાવાદ ખસેડાયો
મોરબી ખાતે યોગ શિબિર તથા યોગયાત્રાનું આયોજન કરાયું યોગ શિબિરમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા પ્રેરક ઉપસ્થિતિ
SHARE
મોરબી ખાતે યોગ શિબિર તથા યોગયાત્રાનું આયોજન કરાયું યોગ શિબિરમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા પ્રેરક ઉપસ્થિતિ
૫૦૦થી વધારે યોગ સાધકો દ્વારા યોગ જાગરણ રેલીનું આયોજન
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે સનસિટી મેદાન ખાતે કોમન યોગા પ્રોટોકોલ અંતર્ગત યોગ શિબિર તેમજ યોગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર વાલજીભાઈ ડાભી તથા જિલ્લા રમત-ગમત અધિકારી બુધાભાઈ નાકિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, યોગા બોર્ડ ગાંધીનગરના તજજ્ઞ અનિલભાઈ ત્રિવેદી, કચ્છ ઝોનના કો-ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ, મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પ્રમુખ બી.આર.હુંબલ તથા યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખુબજ મોટા પ્રમાણમાં અને સફળ રીતે કરવાના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ છે.લોકોમાં યોગ વિશે જાગૃતતા લાવવા તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાણકારી મળી રહે તે થકી લોકો યોગ સાથે જોડાય તેમજ યોગ કરતા થાય તેવા ઉમદા આશયથી કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર અને યોગ જાગરણ રેલીનું આયોજન તા.૨-૬ ને શુક્રવારનાં રોજ સવારે ૬ થી ૮ કલાક દરમિયાન સનસિટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કુલની પાછળ, ઘુનડા રોડ, મોરબી ખાતે કરવામાં આવેલ. યોગ જાગરણ રેલીમાં આશરે ૫૦૦થી વધારે યોગ સાધકો, શહેરીજનો, વિદ્યાર્થીઓ, ઉત્સાહભેર જોડાયા.યોગ જાગરણ રેલીનો રૂટ સનસિટી ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી, ક્રિષ્ના સ્કૂલ, ફ્લોરા ૧૫૮, રવાપર રેસીડેન્સી અને સનસીટી ગ્રાઉન્ડ પાસે સમાપન થઈ હતી મોરબીવાસીઓને યોગ જાગરણ રેલીમાં જોડાવા અનુરોધ કરાયો છે. વધુ જાણકારી માટે યોગ બોર્ડના જિલ્લાનાં યોગ કો.ઓ. વાલજીભાઈ ડાભી (મો.૯૫૮૬૨૮૨૫૨૭) નો સંપર્ક કરવા મોરબી જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.
ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. પ/૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, યુ. એન. મહેતા આટર્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકાકક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવાનુ રહેશે