મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વવાણિયા ખાતે મિષ્ટી પ્રોજેક્ટ ધારાસભ્યોના હસ્તે ચેરની સિંગનું વાવેતર કરાયું


SHARE













મોરબી જિલ્લાના વવાણિયા ખાતે મિષ્ટી પ્રોજેક્ટ ધારાસભ્યોના હસ્તે ચેરની સિંગનું વાવેતર કરાયું

મોરબી ખાતે 'મિષ્ટી' અભિયાનના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને અને મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા અને ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબીમાં માળિયા તાલુકાના વવાણીયા ગામ પાસે આવેલા નવલખી દરિયાઈ વિસ્તારમાં ચેરની સિંગોનું વાવેતર કરી જિલ્લા કક્ષાએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, “કોરોનાએ આપણને જીવનનાં વૃક્ષોનું શું મહત્વ છે તે સારી રીતે સમજાવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોની તંદુરસ્તી અને પર્યાવરણની ચિંતા કરીને 'મિષ્ટી' અભિયાન શરૂ કર્યું છે. જમીનનું ધોવાણ અટકાવવા અને દરિયાની ખારાશ આગળ વધતી અટકાવવા ચેરના વાવતરનો સંકલ્પ અગત્યનો છે”. ઔધોગિક હબ એવા મોરબીમાં ઓક્સિજન અને કાર્બનનું સંતુલન જાળવવા વૃક્ષોની ભૂમિકા મહત્વની જણાવી તેમણે સૌને એક એક વૃક્ષ વાવવા અને ઉછેરવા માટે વિનંતી કરી હતી.

મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સોમનાથ, દ્વારકા વગેરે વિસ્તારની જેમ મોરબીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ નારિયેળી અને ખારેક જેવી ફળાઉ ખેતી શક્ય બનાવવા માટે પ્રયોગ કરવા વન વિભાગને જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “મોરબીમાં દરેક ઓદ્યોગિક એકમ ૨૦૦-૫૦૦ વૃક્ષો વાવી તેનો ઉછેર કરે તેવી નમૂનારૂપ કામગીરી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી વાતાવરણના સુધારા અને પર્યાવરણને બચાવવામાં આપણે સૌ મહત્વની ભૂમિકા ભજવીએ”.

ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે, “દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીશ્રીઓ પર્યાવરણને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે”. વૃક્ષારોપણના આ અભિગમને ઉમદા જણાવી તેમણે દરેક લોકોને એક વૃક્ષ વાવવા માટે શપથ લેવા જણાવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં નાયબ વન સંરક્ષક ચિરાગ અમીનએ જણાવ્યું હતું કે, “ચેર (મેન્ગ્રોવ) એ કુદરતની અનન્ય ભેટ છે. ચેર દરેક જગ્યાએ ઉગી શકતું નથી, તેના માટે યોગ્ય ભૌગોલિક પરિસ્થિતિ અને વાતાવરણ હોવું જરૂરી છે. આપણે નસીબદાર છીએ કે આપણે ત્યાં ચેર ઉગીને વિકાસ પામી શકે છે કારણ કે, વર્ષોની તપસ્યા બાદ નાનું લાગતું આ ચરનું વૃક્ષ ઉગે છે જે કલાઈમેટ ચેન્જની આ લડાઇમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેરના વૃક્ષોના સામૂહિક વિકાસ માટે ૨૦૨૩ થી ૨૦૨૮ સુધી આ અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવનાર છે. આ વખતના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન અન્વયે  પર્યાવરણને બચાવવા માટે પ્લાસ્ટિકને જાકારો આપવા જણાવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ આર.એફ.ઓ.શ્રી ચેતનભાઈ દાફડાએ કરી હતી.

વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે મોરબી વન વિભાગ દ્વારા માળિયા તાલુકાના વવાણીયા ગામમાં નવલખી દરિયાઈ જંગલ વિસ્તારમાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ચેરનું વાવેતર કરવામાં આવ્યું હતું. આજરોજ ૨ હેક્ટર વિસ્તારમાં ૮૦૦ બેડ અને પ્રતિ બેડમાં ૧૦ સિંગ મળી કુલ ૮ હજાર જેટલી ચેરની સિંગોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન સહિતના અધિકારીઓએ અને માળિયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, અગ્રણી સર્વ મણીભાઈ સરડવા, મનીષભાઈ કાંજીયા, ગોપાલભાઈ સરડવા, રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના લોકો હાજર રહ્યા હતા

વૃક્ષએ પર્યાવરણનાં ફેફસાં અને માનવી માટે ઑક્સિજનનું કારખાનું

વવાણીયા ગામે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વવાણિયા ગામની શાળામાં ભણતી એક બાળા હીર ભોજાણીએ વૃક્ષને લીલું સોનુગણાવતા કહે છે કોરાનાકાળે આપણનેએ સમજાવી દિધું છે કે, વૃક્ષએ આપણા માટે કેટલું મહત્વ ધરાવે છે. વૃક્ષએ પર્યાવરણનાં ફેફસા છે, જ્યાં હવા શુદ્ધ થાય છે. એક વૃક્ષ હજારો ટન ઑક્સીજનનું ઉત્પાદન કરે છે જેથી આપણે વૃક્ષનું મહત્વ સમજવું જોઇએ અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ. સ્વસ્થ અને નીરોગી જીવન જીવવા માટે કુદરતે આપણને જે અમુલ્ય ભેટ આપી છે તેનું આપણે સૌએ સંરક્ષણ કરવું જોઇએ કારણ કે વૃક્ષ એ લીલું સોનુ છે






Latest News