મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર ગામના પાટીયા પાસેથી ૧૨૦ બોટલ દારૂ ભરેલ કાર ઝડપાઈ: બુટલેગરની શોધખોળ


SHARE















મોરબીના ધરમપુર ગામના પાટીયા પાસેથી ૧૨૦ બોટલ દારૂ ભરેલ કાર ઝડપાઈ: બુટલેગરની શોધખોળ

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસેથી ધરમપુર ગામના પાટીયા વચ્ચે બલેનો કાર પસાર થઈ રહી હતી તે કારને રોકવનોલપ્રયાસ કર્યો હતો ત્યારે કાર ચાલકે કારને મારી મુકી હતી અને પછી રેઢી મુકીને નાસી ગયો હતો બાદમાં તાલુકા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે કારમાંથી દારૂની ૧૨૦ બોટલ મળી આવી હતી જેથી કરીને ૬૨,૪૦૦ ની કિંમત નો દારૂ તથા ત્રણ લાખ રૂપિયાની કાર મળીને ૩,૬૨,૪૦૦ નો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે જોકે આરોપી તેની કાર ત્યાં રસ્તા ઉપર છોડીને ભાગી ગયો હોવાથી પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સાંજના સમયે મોરબીની રવિરાજ ચોકડી થી ધરમપુર ગામના પાટીયા તરફ બલેનો કાર નં જીજે ૩૬ આઇસી ૦૯૪૮ પસાર થઈ રહી હતી જે કારને રોકવા માટે થઈને પોલીસે પ્રયત્ન કર્યો હતો ત્યારે કાર ચાલકે પોતાની કારને હંકારી મૂકી હતી અને ત્યારબાદ આગળ જઈને કાર રેઢી મૂકીને કાર ચાલક ત્યાંથી નાસી ગયો હતો. દરમિયાન પોલીસ દ્વારા કારની તલાસી લેવામાં આવતા કારમાંથી દારૂની ૧૨૦ બોટલ મળી આવી હોય પોલીસે ૬૨,૪૦૦ ની કિંમતનો દારૂ તેમજ ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૩,૬૨,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને કાર રેઢી મૂકીને નાસી ગયેલા કાર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે હાલમાં પોલીસે તજવજ શરૂ કરી છે

પાંચ બોટલ દારૂ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાઇન સ્કૂલની પાછળના ભાગમાં વીસીપરા નજીક રેલવે સ્ટેશન ખાડા વિસ્તાર જવાના રસ્તા ઉપરથી પોલીસે પાંચ બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૨૬૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને પોલીસે રોહિતભાઈ કાંતિભાઈ ઉર્ફે મુન્નાભાઈ સરવૈયા જાતે કોળી (૨૨) રહે સેન્ટ મેરી સ્કૂલની દિવાલ પાસે નવલખી રોડ મોરબી વાળા ની ધરપકડ કરેલ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

૩૦૦ લીટર દેશી દારૂ

મોરબીના જુના ઘુટું રોડ ઉપર આવેલ સીમ્પોલો વિટ્રીફાઈડ કારખાના પાસેથી સીએનજી રીક્ષા નં જીજે ૧ એટી ૬૪૫૯ પસાર થઈ રહી હતી તે રીક્ષાને રોકીને પોલીસે ચેક કરતા રિક્ષામાં જુદા જુદા બાચકામાં કુલ મળીને ૩૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ૬૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ અને એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૧.૦૬ લાખ રૂપિયાની કિંમતના મુદ્દા માલ સાથે પોલીસે હાલમાં વિજયભાઈ જયંતીભાઈ રાઠોડ જાતે કોળી (૩૧) રહે કુબેર ટોકીઝ પાસે મોરબી વાળા ની ધરપકડ કરેલ છે અને આ શખ્સ રામદેવભાઈ રહે. બગથળા તાલુકો મોરબી વાળાને દારૂનો જથ્થો પહોંચાડવા માટે જતો હોવાની માહિતી સામે આવી છે જેથી કરીને તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News