આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબીમાંથી આર્થિક સંકળામણના લીધે યુવાન ગુમ થઈ ગયો હોવાનું ખુલ્યું


SHARE













મોરબીમાંથી આર્થિક સંકળામણના લીધે યુવાન ગુમ થઈ ગયો હોવાનું ખુલ્યું

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામનો રહેવાસી યુવાન છેલ્લા કલાક દિવસોથી ગુમ થઈ ગયો હતો અને તેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી દરમિયાનમાં ગુમ યુવાન મહેન્દ્રનગરથી બગદાણા ચાલ્યો ગયો હોવાનું જાણવા મળતા તેના ભાઈ તથા સંબંધી દ્વારા તેને સમજાવીને ઘરે લાવવામાં આવ્યો હતો.

આ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ હળવદના સુરવદર ગામના રહેવાસી અને હાલ મોરબીના મહેન્દ્રનગર ગામે ક્રાંતિજ્યોત પાર્ક તક્ષશિલા સ્કૂલ પાસે રહેતા જીતેન્દ્રભાઈ ડાયાભાઈ દેસાઈ જાતે પટેલ નામનો ૪૬ વર્ષનો યુવાન થોડા સમયે પહેલા ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વિના ચાલ્યો ગયો હતો જે અંગે તેના ભાઈ કિશોરભાઈ દેસાઈએ સીટી બી ડિવિઝન પોલીસમાં મોટાભાઈ ગુમ થયા હોવાની જાણ કરી હતી અને દરમ્યાનમાં ગુમ થયેલા જીતેન્દ્રભાઈ દેસાઈ બગદાણા હોવાની જાણ થતા તેઓના ભાઈ કિશોરભાઈ તથા તેમના સંબંધિ કેવિનભાઈ બગદાણા ગયા હતા અને ત્યાંથી સમજાવી જીતેન્દ્રભાઈને પરત મોરબી લાવ્યા હતા.પોલીસ તપાસના નિવેદનમાં જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે હાલ આર્થિક સંકળામણના લીધે તેઓ ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના બગદાણા ચાલ્યા ગયા હતા..!

ઘુંટુ અકસ્માત

મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટુ ગામ પાસે આવેલ આઈટીઆઈ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વનરાજ હર્ષદભાઈ ઝીંઝુવાડીયા (ઉંમર ૨૬) રહે.ઉચી માંડલ તા.મોરબીવાળાને ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલે તપાસ કરતા ખુલ્યું હતું કે વનરાજ ઝીંઝુવાડીયા બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં અકસ્માતે વાહન સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં તેને ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો.

એકટીવામાંથી પડી જતા ઈજા

મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતો જેનુલ આબેદીન સલીમભાઈ મોવર નામનો ૩૦ વર્ષનો યુવાન મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસેથી એકટીવા લઈને જતો હતો.ત્યારે રસ્તામાં તેનું એકટીવા પલ્ટી મારી જતા તે એકટીવા સહિત નીચે રોડ ઉપર પટકાયો હતો જેથી તેને ઈજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જેના પગલે હાલ તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

બાઇક સ્લીપ થતા ઇજા

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા બાબુભાઈ કાળાભાઈ ટોયટા બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં આમરણ ગામે રામજી મંદિર પાસે તેઓનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઇજા થતા બાબુભાઇને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News