મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી સીરામીક એસોસિએશન તેમજ અનુ.જાતિ સમાજ દ્રારા ઇમર્જન્સી નંબર જાહેર


SHARE











મોરબી સીરામીક એસોસિએશન તેમજ અનુ.જાતિ સમાજ દ્રારા ઇમર્જન્સી નંબર જાહેર

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૧૩-૧૪-૧૫ જુન ભારે પવન અને વરસાદની આગાહી હોય અને વાવાઝોડું મુશ્કેલી સર્જી શકે તેવા માહોલ હોય આ મોરબીમાં આગમતીના પગલાં લેવાય છે ત્યારે મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા તેમના મજુરને સલામત સ્થળે પાકા બાંધકામ વાળા શેડમાં ખસેડવા તેમજ જરૂર પડે મદદ માટે ત્રણ ઇમરજન્સી નંબરો જાહેર કરાયા છે.તે રીતે જ મોરબી અનુજાતી સમાજના લોકો તેમજ અન્ય માટે જરૂર પડે તો મદદ માટે નંબર જાહેર કરવામાં આવે છે.તેમજ સલામતીના ભાગરૂપે આજથી ત્રણ દિવસ શાળા કોલેજો પણ બંધ રાખવા માટે તંત્ર દ્વારા હુકમ કરાયો છે.

આગામી બે ત્રણ દિવસમા બીપરજોય વાવાઝોડાનુ સંકટ મોરબી ઉપર આવા રહ્યુ છે.જેથી આ વાવાઝોડા દરમિયાન સીરામીક ઈન્ડસ્ટ્રીઝમા શેડની ઉંચાઈ વઘુ હોવાથી તેમજ પતરાના શેડ હોવાથી મોટી નુકશાની થવાની ભીતી છે. તેમજ પતરાના શેડ હોવાથી વાવાઝોડા દરમિયાન પતરા ઉડે તો કામદારોને ઈજા કે જાનહાની થઈ શકે છે.જેથી મજુરોની સલામતી માટે આજથી ૩-૪ દિવસ માટે ઉત્પાદન બંઘ કરી દેવામા આવશે અને મજુરોને સલામત પાકા લેબર કવાટઁરમા રાખવામા આવશે તેમજ ઔઘોગિક વિસ્તારના રોડ અને ૮-એ નેશનલ હાઈવે ઉપર દરરોજના ૮૦૦૦ જેટલા વાહનોનુ પરિવહન થતુ હોય છે જેથી રોડ ઉપર પણ એક્સીડન્ટના બનાવો ન બને તે માટે સાવચેતીના પગલા રૂપે સીરામીક ઉઘોગનુ ડીસ્પેચ બંઘ કરી દેવામા આવ્યુ છે તેમજ વાવાઝોડા દરમિયાન કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીમા કોઈ મજુર કે રાહદારી ફસાય કે રોડ ઉપર ક્યાય વૃ્ક્ષો પડી જાય તો તેના માટે જરૂરી મશીનરી જેમા લોડર કે જેસીબી તૈયાર રાખવામા આવેલ છે જેના માટે મોરબી સીરામીક એસોસીએશને ત્રણ ઈમરજન્સી નંબર જાહેર કરવામા આવ્યા છે.વાવાઝોડા સાથે અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલ છે તેવામા મોરબી જીલ્લામા કોઈપણ લોકોને જો  ફુડની જરૂર પડે તો ફુડ પેકેટ માટે સિરામીક એસો.ની ટીમ સતત કાયઁશીલ રહેશે.જરૂર પડે તો મો.૯૭૨૭૫ ૭૦૮૫૦, ૯૫૭૪૫ ૯૮૭૭૨, ૯૮૨૫૨ ૧૦૮૩૧ ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે.

જી.પ્રા.શિ.અધિકારી

બિપરજોઈ વાવાઝોડું અને ભારે વરસાદની આગાહીના કારણે મોરબી જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર તમામ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે તા.૧૩-૧૪-૧૫ જુન રજા જાહેર કરવામાં આવેલ છે. શાળાઓમાં તમામ કર્મચારીઓએ અવશ્ય ફરજ પર હાજર રહેવાનું રહેશે.જેનું શાળાના આચાર્યોએ પાલન કરવાનું રહેશે તેમ યાદીમાં જણાવેલ છે.

અનુસુચિત સમાજ

મોરબી અનુસુચિત સમાજ દ્વારા બિપોરજોય વાવાઝોડાને ધ્યાનમા રાખીને ડો.બાબા સાહેબ આંબેડકર ગ્રુપ ના સભ્ય બિપોરજોય વાવાઝોડામા સ્ટેન્ડ બાય રહેશે.તેથી મોરબી શહેરમાં કોઈપણ જગ્યાએ કઈપણ મદદની જરૂરિયાત હોય તો મનુભાઈ સારેસા (મો.૯૯૧૩૪ ૪૦૯૯૦), ગૌતમભાઈ સોલંકી (મો.૯૮૭૯૪ ૧૮૨૧૭) અથવા દિપકભાઈ ચૌહાણ (મો.૯૮૯૮૧ ૮૯૧૩૯) ઉપર સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News