માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસરથી વરસાદ-પવાન આવશે તો મીઠા ઉદ્યોગને કરોડોનું નુકશાન: દિલુભા જાડેજા


SHARE













મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસરથી વરસાદ-પવાન આવશે તો મીઠા ઉદ્યોગને કરોડોનું નુકશાન: દિલુભા જાડેજા

 રાજ્યના હવામાન વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં ભારે વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે જો મીઠા ઉદ્યોગની વાત કરીએ તો મોરબી જિલ્લાના માળીયા અને હળવદ તાલુકામાં અંદાજે ૫૦૦ થી વધુ મીઠાના નાના-મોટા કારખાના આવેલા છે અને ત્યાં હજારો લોકોને રોજગારી મળી રહે છે જોકે હાલમાં મીઠાની સિઝન ચાલુ છે અને ઘણી બધી જગ્યાઓ ઉપર તૈયાર મીઠું ક્યારામાં પડ્યું છે અને તેને ઉપાડવાનું બાકી હોય જો ભારે વરસાદ થશે તો મોટા પ્રમાણમાં માળિયા અને હળવદ તાલુકાના મીઠાના ઉદ્યોગકારોને નુકસાન થશે. તેમાં શંકા ને કોઈ સ્થાન નથી. 

મોરબી જિલ્લામાં બીપરજોય વાવાઝોડું મોટી તારાજી સર્જે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને ખાસ કરીને નવલખી બંદર ઉપર પણ ગઈકાલે બપોરથી ૧૦ નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે સાથો સાથ નવલખી બંદર ઉપરની તમામ કામગીરીને પણ બંધ કરાવી દેવામાં આવી છે જોકે નવલખી બંદરની આસપાસ માળિયા વિસ્તારમાં તેમજ હળવદ તાલુકામાં મીઠાના મોટા પ્રમાણમાં અગર આવેલા છે અને તે અગરની અંદર અગરિયાઓ ઉનાળાની કાળજાળ ગરમીમાં પણ મીઠું પકવવા માટે થઈને કામગીરી કરતા હોય છે અને હાલમાં જ્યારે મીઠાનો પાક ઉપાડવા માટેનો સમય થયો છે. 

ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં ભારે પવન અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેથી કરીને મીઠાના અગર ધરાવતા અગરિયાઓ તથા મીઠાના કારખાનેદારોની ચિંતામાં વધારો થઈ ગયો છે કારણ કે મીઠાના તૈયાર પાક ઉપર જો વરસાદી પાણી પડે તો મીઠાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને ક્યારામાં પડેલ તૈયાર માલ પણ ઉપાડી શકાતો નથી જેથી કરીને મોરબી જિલ્લાના મીઠાના ઉદ્યોગકારો અને અગરિયાઓ રહે મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

આ બાબતે મરીન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ દિલુભા જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં મીઠાની સિઝન પૂરી થવામાં છે અને વરસાદ ન આવે ત્યાં સુધી મીઠું ઉપાડવાની કામગીરી અગરમાં ચાલુ રહેતી હોય છે પરંતુ વાવાઝોડાની અસરના કારણે હાલમાં મીઠાના અગરમાં તમામ કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે અને અગરિયાઓને પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે ત્યારે મીઠાના ક્યારામાં તૈયાર પડેલ મીઠું ઉપાડી શકાય નહીં તેવી પરિસ્થિતિ છે અને જો ભારે વરસાદ અને ભારે પવન આવશે તો મીઠાના ઉદ્યોગોકારોને કરોડો રૂપિયાનું નુકસાન થશે.






Latest News