મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

હળવદ તાલુકમાંથી ઝડપાયેલ કરોડોની રેતી ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE









હળવદ તાલુકમાંથી ઝડપાયેલ કરોડોની રેતી ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

 મોરબીનો હળવદ તાલુકો રેતી ચોરી માટે સ્વર્ગ સમાન ગણવામાં આવે છે અને ખૂબ મોટા પાયે અહીંથી રેતી ચોરી થાય છે અને તે જગજાહેર છે અને તે બાબત અહીંના રાજકારણીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓથી પણ વિદીત જ છે. છતા નકકર પગલા નથી લેવાતા તે ઉચ્ચકક્ષાએથી તપાસનો વિષય છે દરમ્યાનમાં થોડા સમય પહેલા હળવદના ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેતી ચોરી બાબતે રેડ કરવામાં આવી હતી અને કરોડોની કિંમતના વાહનો જપ્ત કરી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી

આ રેડ કરી હતી ત્યારે મોટી સંખ્યામાં આરોપીઓને સ્થળ ઉપરથી પકડવામાં આવ્યા હતા અને કરોડોનો મુદામાલ પણ કબજે કર્યો હતો આ ગુનાની ક્રોસ તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.એલ.ઝાલાને સોંપવામાં આવી હતી. તેને થોડા સમય પહેલા આનંદ ધીરજલાલ સાણજા અને પરેશ સવજી વરસડા નામના બે આરોપીને પકડ્યા હતા અને ત્યાર બાદ હાલમાં મોરબી એલસીબીના રામભાઇ મંઢ સહિતની ટીમે બાતમી આધારે આરોપી હસમુખ કાનજીભાઇ પારઘી (૪૪) રહે. જૂની પીપળી મોરબી વાળો નાસતો ફરતો હોય તે આરોપી પીપળી ગામે હોય તેની ત્યાંથી ધરપકડ કરેલ છે અને હાલમાં બી ડિવિઝન પોલીસને હવાલે કરેલ છે

વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા સીરામીક સીટી વિસ્તાર પાસેના જેમ સિરામિક નજીક રહેતા શિવમ રવિન્દ્રભાઈ રાજપુત નામના ૧૭ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેની સિવિલે ખસેડાયો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે હાલ અહીંની આયુષ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. ત્યાંથી બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરાયેલી હોય હાલ બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે. તેઓના પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા સીરામીક સીટી પાસેથી તે પગપાળા જતો હતો ત્યારે સિરામિક સિટીના ગેઇટ નજીક કોઈ અજાણ્યા ટ્રક ચાલકે શિવમ રાજપુતને હડફેટ લીધો હતો જેથી ઈજા થતા તેને હાલ સારવારમાં ખસેડાયો છે અને તે હાલ બેભાન હાલતમાં સારવાર હેઠળ હોય તેના ભાનમાં આવ્યે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




Latest News