મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં બે અને ટંકારામાં એક જુગારની રેડ: ચાર મહિલા સહિત નવ જુગારી પકડાયા


SHARE









મોરબીમાં બે અને ટંકારામાં એક જુગારની રેડ: ચાર મહિલા સહિત નવ જુગારી પકડાયા

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર બે અને ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે એક આમ કુલ મળીને જુગારની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી જેમાં ચાર મહિલા સહિત કુલ મળીને નવ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુના નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના લજાઈ ગામે બસ સ્ટેશનની પાછળના ભાગમાં ખુલ્લામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સંજયભાઈ વિજયભાઈ બાંભણીયા (૨૮)હિરેનભાઈ દેવાયતભાઈ મિયાત્રા (૧૯) અને અજહરૂદીનભાઇ વલીભાઇ હેરંજા (૩૬) રહે. ત્રણેય લજાઈ ગામ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૧૩૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મોરબીના વીસીપરા વિસ્તારમાં વિહોત માતાના મઢવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા ગોવિંદભાઈ બચુભાઈ ઓગણીયા (૪૦), લીલાબેન બચુભાઈ ઓગણીયા (૬૫) અને હંસાબેન મનસુખભાઈ ઓગણીયા (૫૦) રહે. બધા વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૦૫૦ રૂપિયાની રોકડ કબજે કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે વીસીપરા વિસ્તારમાં શક્તિ મેડિકલની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા આવવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વિપુલભાઈ હિંમતભાઈ સોલંકી (૨૯), જયાબેન ભરતભાઈ દેલવાણીયા (૩૯) અને ભાનુબેન શંકરભાઈ ઓગણીયા (૫૦) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦૭૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News