મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની હત્યાના ગુનામાંચાર આરોપીઓની ધરપકડ
મોરબી પ્રધાનમંત્રી આવાસમાં મહાઆરતી, ૫૬ ભોગ અન્નકુટ દર્શન બાદ ગણેશજીને વિદાઇ અપાઈ
SHARE









મોરબી પ્રધાનમંત્રી આવાસમાં મહાઆરતી, ૫૬ ભોગ અન્નકુટ દર્શન બાદ ગણેશજીને વિદાઇ અપાઈ
મોરબી પંથકમાં ના ગામડે-ગામડે ગણપતિ બાપા મોરિયા સાથે ગણેશ ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે મોરબીમાં અગલે બરસ તુ જલદી આના ગગનભેદી નારા સાથે ગણપતિ બાપને ભાવ ભેર વિદાય આપી વિસર્જન કરાયું હતું.
મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે યુવા ગ્રુપ કા રાજા સમગ્ર મોરબી પંથકમાં મહોલા, શેરી, ગલી,ધરોમાં અને ગામડે ગામડે પણ ગણપતિ સ્થાપન કરી પુજા અર્ચના કરી વિધ્નહર્તાની દશ દિવસ સુધી આરતી, ધુપ, થાળ, મહા પ્રસાદ, ભોગ, શ્રીગાંર અને રાસ ગરબાની રમઝટ બોલાવી આ ઉત્સવ ધામ ધુમથી મનાવ્યો હતો. આ સાથે આજરોજ વિધ્નહર્તાને ભીની આંખે વિસર્જન કરી અગલે બરસ તું જલ્દી આના ગગન ભેદી નાદ સાથે શોભાયાત્રા યોજી વિસર્જન કરવામાં આવ્યું હતું. યુવા ગ્રુપ કા રાજા ગણપતિ મહોત્સવ માં આજે અંતિમ દિવસે મહાઆરતી, ૫૬ ભોગ અન્નકુટ સહિતના ત્રિવિધ કાર્યકમો યોજાયા હતા. આ કાર્યક્રમ માં યુવા ગ્રુપના જનક રાજા, નિરવ મીરાણી, જયેશ મીરાણી,જયદીપ બારોટ, જયેન્દ્ર બારોટ, હિંમાશું મહેતા, કિશોરભાઈ રાઠોડ, રાજુભાઈ રાવલ, દર્શન જોગીયાણી,ઓસમાણભાઈ, ઈમરાન, કરણ, રવિભાઈ સોલંકી,સંગ્રામભાઈ મેવાડા,હાજી દરજાદા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી હતી.
