મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ગુલાબ પ્રેમનું પ્રતીક છે: વાંકાનેર વાયરલ થયેલા ફોટોને લઈને ભાજપનો બચાવ


SHARE

















ગુલાબ પ્રેમનું પ્રતીક છે: વાંકાનેર વાયરલ થયેલા ફોટોને લઈને ભાજપનો બચાવ

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 71 માં જન્મ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી ની તસ્વીર પર ભાજપ કાર્યકરો દ્વારા ફૂલહાર ચડાવવામાં આવતા તે તસ્વીર વાયરલ થઈ હતી અને ખાસ કરીને વાંકાનેર ભાજપના અગ્રણી જીતુભાઈ સોમાણીએ તેના ફેસબુક ઉપર પણ તે ફોટો મૂક્યો હતો અને લખ્યું હતું કે આપણાં આદરણીય વડાપ્રધાન હજુ જીવે છે જેથી હોબાળો મચી ગયો હતો અને જીતુભાઈએ મૂકેલા ફોટાના કેપ્શનનો હાલમાં વાંકાનેર તાલુકા ભાજપ ઉપપ્રમુખ દ્વારા જવાબ આપવામાં આવેલ છે અને તેમણે કહ્યું છે કે, ગુલાબ પ્રેમનું પ્રતિક છે વાંકાનેર તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા દ્વારા આ બાબતે વળતી પ્રતિક્રિયા આપવામાં આવી છે અને જણાવ્યું છે કે ગુલાબ અને સુખડમાં ઘણો ફર્ક છે, શાસ્ત્ર વાચન જરૂરી છે, માત્ર રાજકારણ કરવું યોગ્ય નથી, ગુલાબ પ્રેમનું પ્રતીક છે અને આથી વડાપ્રધાનની તસ્વીરને હાર પહેરાવામાં આવ્યો હતો.




Latest News