માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના હરીપર કેરાળા ગામે આગળ જતા ટ્રકે વાહન અટકાવતા પાછળ બીજો ટ્રક અથડાયો એકનું મોત ; એકને ઈજા


SHARE













મોરબીના હરીપર કેરાળા ગામે આગળ જતા ટ્રકે વાહન અટકાવતા પાછળ બીજો ટ્રક અથડાયો એકનું મોત ; એકને ઈજા

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા હરીપર (કેરાળા) ગામ નજીક મોડી રાત્રિના વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં આગળ જતા રાજસ્થાની ટ્રક ડ્રાઈવરે પોતાનું વાહન અટકાવતા તે ટ્રકની પાછળ અન્ય ટ્રક અથડાયો હતો જે બનાવવમાં વેજલપર ગામના કોળી યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવામાં મળેલ છે.તેમજ એકને ઇજા પહોંચી હતી

મોરબી તાલુકા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઇવે ઉપર ગાળા અને દાદાશ્રીનગર ગામની વચ્ચે હરીપર (કેરાળા) ગામ નજીક મોડી રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં આગળ જતા ટ્રક ચાલકે પોતાનું વાહન અટકાવતા તેની પાછળ આવી રહેલા અન્ય ટ્રક ધડાકાભેર આગળના ટ્રકની પાછળ અથડાયો હતો જેને પગલે વિક્રમ મનજીભાઈ ગડેશિયા જાતે કોળી (ઉમર ૨૫) રહે. વેજલપર તા.માળીયાને શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નિપજતા ડેડબોડીને ચતુરભાઈ દ્વારા મોરબીની સિવિલ હોસ્પિટલે પીએમ માટે લાવવામાં આવ્યું હતું અને આ બનાવમાં આગળના વાહનના ચાલક અબ્દુલ અર્સદભાઇ મલાણા (ઉમર ૨૮) રહે.રાજસ્થાનને પણ ઇજા પહોંચી હોય આઝમભાઈ દ્વારા તેને પણ સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.હાલ ઉપરોક્ત બનાવ અંગે મૃતકના ભાઇ સાયરભાઇ મનજીભાઇ ગડેસીયા જાતે કોળી (ઉ.વ.૩૩) ધંધો મજુરી રહે.વેજલપર તા.માળીયા(મી) જી.મોરબીએ આગળના ટ્રક ચાલક એબ્દુલ અરસ્દઅલી મલાણા જાતે મુસ્લીમ (૨૨) રહે.કૈલા કૈલમ છત્રગઢ જી.બીકાનેર રાજસ્થાન સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હાલ પીએસઆઇ એસ.એન.સગારકા તેમજ જે.બી.પરમાર દ્વારા અબ્દુલ મલાણાની ધરપકડ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.  

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકની પાસેથી પગપાળા જતા મહિલાને કોઇ બાઈક ચાલકે હડફેટે લેતા તેઓને અત્રે આયુષ હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને તેમાં હોસ્પિટલ સુત્રો તરફથી જણાવવામાં આવ્યા મુજબ અંજનાબેન જયેન્દ્રભાઈ ભટ્ટી (૫૩) રહે.ચૌહાણ ફળી વાડી શેરી પંજાબ નેશનલ બેંક પાસે જામનગર વાળા પગપાળા મોરબીના નટરાજ ફાટક પાસેથી જતા હતા ત્યારે કોઈ અજાણ્યા બાદ ચાલાકે તેમને ઝપટે લેતા જમણા પગના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

બાળક સારવારમાં

મોરબીના લીલાપર ગામે રહેતા ચિરાગ ગૌતમભાઈ મુછડીયા નામના પાંચ વર્ષના બાળકને ઇજા થતાં અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડીયા આ બાબતે તપાસ ચલાવી રહ્યા છે અને મળતી માહિતી મુજબ ચિરાગ ગૌતમભાઇ મુછડીયા નામનો પાંચ વર્ષનો બાળક બાઇકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે લીલાપર ગામે હાઇસ્કુલ નજીક તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા તેને ઇજા પહોંચી હોય સારવારમાં લાવવામાં આવ્યો હતો.






Latest News