મોરબીના હરીપર કેરાળા ગામે આગળ જતા ટ્રકે વાહન અટકાવતા પાછળ બીજો ટ્રક અથડાયો એકનું મોત ; એકને ઈજા
મોરબીમાં વાવાઝોડાના પગલે દેવ સોલ્ટ, આમ આદમી પાર્ટી, અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ અને યુવા આર્મી ગ્રુપ દ્રારા સેવા
SHARE
મોરબીમાં વાવાઝોડાના પગલે દેવ સોલ્ટ, આમ આદમી પાર્ટી, અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ અને યુવા આર્મી ગ્રુપ દ્રારા સેવા
વાવાઝોડાને પગલે લોકો હેરાન ન થાય તે માટે જુદી જુદી ધંધાદારી અને સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાની સરાવણી શરૂ કરવામાં આવી હતી જેમાં સેવાકીય કર્યો માટે સદેય માટે તૈયાર રેહતા દેવ સોલ્ટ દ્વારા સંભવિત વાવાઝોડાને લીધે સ્થળાંતર થયેલ લોકો માટે ફૂડ પેકેટની વયાસ્થા કરાઇ હતી.
આ કુદરતી આફત દરમિયાન માળીયા તાલુકાના હરીપર ગામે આવેલ દેવ સોલ્ટે સ્થાનિક પ્રસાસનના અધિકારીયો સાથે સતત સંપર્કમાં રહીને કોઈપણ જાતની જરૂરિયાત માટે ખડે પગ તૈયાર રહ્યુ હતુ.દેવ સોલ્ટ દ્વારા મોરબી કલેકટર ઓફીસમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટની ઓફીસમાં સ્થળાંતર થયેલ લોકો માટે ૨૦૦૦ ફૂડ પેકેટ પહોંચાડયા હતા અને માળિયા (મી.) પ્રાથમિક શાળામાં સ્થળાંતર થયેલ લોકો માટે છેલ્લા ૨ દિવસથી બંને ટાઈમના ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે.આ સેવાકીય કાર્ય દેવ સોલ્ટના મેનેજમેન્ટના માર્ગદર્શન નીચે કંપનીના અધિકારી વિવેક ધ્રુણા, રમજાન જેડા, વિમલ કામદાર અને જયરાજસિંહ જાડેજા દ્વારા તેમની કંપનીના સ્ટાફ નીતેશ ગોજીયા, પાલા નંદાણીયા, કપિલ ત્રિવેદી, મહેશ નાઘેરા, વરૂણ નંદાણીયા, હર્ષદ ચિત્રોડા અને ધવલ ભટ્ટ દ્વારા ફૂડ પેકેટ બનાવાયા હતા.
આમ આદમી પાર્ટીના
આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ અગ્રણી પંકજ રાણસરીયાની ટીમ દ્વારા કાચા મકાનમા રહેતા લોકોને સલામત જગ્યાએ પહોંચાડવામા આવ્યા હતા.તેમજ એ તમામ લોકોને જ્યાં સુધી વાવાઝોડાની અસર રહે ત્યાં સુધી તે લોકોની જમવાની પણ વ્યવસ્થા કરવામા આવી છે.તેમ છતાં મોરબી માળિયાના કોઈપણ ગામમા હજુ કોઈ લોકોને કોઈપણ મદદની જરૂર પડે તો અમારી ટીમ એમના માટે ફૂડ પેકેટ કે બાકી કોઈપણ વ્યવસ્થા માટે તૈયર છે ઇમરજન્સી માટે ગમે ત્યારે મો.૯૭૨૫૫ ૫૫૫૫૫ ઉપર ફોન કરી શકો છો.તેમજ કરણી સેના પ્રમુખ મનોજસિંહ જાડેજા દ્વારા સાપર ગામના રાજપૂત સમાજના ભાઈઓને સાથે રાખીને રણકાંઠે મજુરોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ
હર હંમેશ મોરબીમાં સેવાકીય પ્રવૃતિઓ થકી જાણીતું બહેનો સંચાલિત અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા હાલમાં બિપરજોય વાવાઝોડાના પગલે સ્થળાંતરિત કરેલ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.જેમાં અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ દ્વારા મોરબીના પંચાસર રોડ પર આવેલ ક્રિષ્ના હોલ ખાતે અસરગ્રસ્ત લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં માટે બહેનોને જાણ કરવામાં આવી હતી.માત્ર એક મેસેજથી જ મોરબીની સેવાકાર્યમાં અનેક બહેનો જોડાઈ રસોઈથી લઈને લોકોને જમાડવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.આ તકે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિત ગ્રુપના સભ્યો સેવાકાર્યમાં જોડાયા હતા.
યુવા આર્મી ગ્રુપ સ્ટેન્ડ બાય
મોરબીમાં બ્લડની ઈમરજન્સી સેવાના પર્યાય તરીકે જાણીતા યુવા આર્મી ગ્રુપ દ્રારા મોરબીમા કોરોના કે જુલતા પુલ ઘટના જેવી કોઈપણ આપદા સમયે પોતાની સેવાકીય પ્રવૃતિઓથી હંમેશા ચર્ચામાં રહેતુ હોય છે. યુવા આર્મી ગ્રુપના સર્વે ભાઈઓ તથા બહેનો મોરબીમા ૨૪ કલાક, ૩૬૫ દિવસ કોઈપણ બ્લડની ઈમરજન્સી જરુરિયાત પુરી પાડે છે ત્યારે વાવાઝોડા દરમિયાન પણ તેમની આ સેવા અવિરતપણે ચાલુ રહેશે. જે માટે ગ્રુપ દ્વારા વાવાઝોડા દરમિયાન કે ત્યારબાદ પણ લોકોને કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરિયાત માટે ગ્રુપના ૨૪/૭ હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે