મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ તાલુકા અને નગરપાલિકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી થશે


SHARE









 

મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ તાલુકા અને નગરપાલિકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી થશે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા સંચાલિત વિશ્વ યોગ દિવસની તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ વિવિધ સ્થળોએ ૨૧ મી જૂનના રોજ ઉજવણી કરવામાં આવનાર છે.

વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ, હર ઘર આંગણે યોગ થીમ પર યોગ દિવસની ઉજવણી હાથ ધરવામાં આવનાર છે. તો ૨૧ મી જૂનના રોજ પ્રત્યેક ગામ તેમજ પ્રત્યેક ઘર આંગણે સવારે ૬:૩૦ થી ૭:૪૫ દરમ્યાન લોકો યોગમાં જોડાય તે જરૂરી છે.જિલ્લામાં તમામ તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ વિવિધ સ્થળ પર યોગ દિવસ અન્વયે કાર્યક્રમ યોજાનાર છે.જે અંતર્ગત મોરબી તાલુકા કક્ષાની ઉજવણી પટેલ સમાજ વાડી શનાળા ખાતે, મોરબી નગરપાલિકા કક્ષાની ઉજવણી મણી મંદિર મોરબી ખાતે, હળવદ નગરપાલિકા કક્ષાની મહર્ષિ ગુરુકુળ ખાતે તથા હળવદ તાલુકા કક્ષાની અમૃત સરોવર સાઈટ સાપકડા ખાતે, માળિયા તાલુકા કક્ષાની હોથી હાઇસ્કુલ ખાતે, ટંકારા તાલુકા કક્ષાની આર્ય વિદ્યાલય ખાતે, વાંકાનેર તાલુકા કક્ષાની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે, વાંકાનેર નગરપાલિકા કક્ષાની ઉજવણી નગરપાલિકા કેમ્પસ ખાતે કરવામાં આવનાર છે તેવું તાલુકા કક્ષા યોગ સમિતિના સભ્ય સચિવ અને પ્રાંત યુવા વિકાસ અધિકારી સત્યજીત વ્યાસ તેમજ બુધાભાઈ નાકીયાએ જણાવ્યું છે.




Latest News