મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના હાઉસિંગ બોર્ડમાં સ્કૂલ પાસે વધુ એક વખત આખલા યુધ્ધ!, વિદ્યાર્થી-વાલીઓમાં ચિંતા: પાલિકા નિંદ્રાધીન


SHARE









મોરબીના હાઉસિંગ બોર્ડમાં સ્કૂલ પાસે વધુ એક વખત આખલા યુધ્ધ!, વિદ્યાર્થી-વાલીઓમાં ચિંતા: પાલિકા નિંદ્રાધીન

મોરબી શહેરના મોટાભાગના વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે અને રખડતા ઢોર અવારનવાર યુદ્ધે ચડતાં હોય રાહદારીઓ તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટી જતા હોય છે અને અનેક વખત આવા રખડતા ઢોરએ રસ્તાઓ પર રાહદારીઓને હડફેટે લીધા હોય અને તે પૈકીના કેટલાક લોકોના મૃત્યુ નિપજ્યા હોય તેવા બનાવો પણ મોરબી શહેરની અંદર અગાઉ બની ચૂકયા છે ત્યારે ભવિષ્યમાં ફરી પાછા આ જ રીતે રખડતા ઢોર કોઈ માટે જીવલેણ સાબિત થાય ત્યારે પહેલા નક્કર કામગીરી કરીને મોરબી શહેરના જુદાજુદા વિસ્તારોની અંદર રહેલા રખડતા ઢોરને ઉપાડવાની કામગીરી કરવામાં આવે તે લોકોના હિતમાં છ

હાલમાં નગરપાલિકા દ્વારા અગાઉ રખડતા ઢોરને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી જો કે, મોરબીના જુદાજુદા વિસ્તારમાં મોટી સંખ્યામાં રખડતા ઢોર આંટા મારતા હોય તેને વહેલી તકે પકડવા માટેનું આયોજન નગર પાલિકા દ્વારા કરવામાં આવે તેવી લોકોની માગણી અને લાગણી છે ગઈકાલે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જ્ઞાનપથ વિદ્યાલય પાસે વિદ્યાર્થીઓની સાયકલો પાર્ક કરવામાં આવી હતી ત્યાં અચાનક ખૂંટીયા યુદ્ધે ચડ્યા હતા અને જેથી સ્કૂલના વિદ્યાર્થીઓ સહિતના લોકોના જીવ તાળવે ચોંટયા હતા જોકે સદનસીબે કોઈને ઇજા થયેલ નથી પરંતુ અવાર નવાર ત્યાં ખુટીયા યુદ્ધે ચડે છે જેથી કરીને લોકોની સલામતી માટે વહેલી તકે ત્યાંથી ખુટીયાને પકડવામાં આવે તે અનિવાર્ય છે

 

આ રખડતા ખૂંટીયાઓ અવાર નવાર ત્યાં લોકોના વાહનોને અડફેટે લેતા હોય છે અને નુકસાની કરતાં હોય છે જો કે, આવી જ રીતે અનેક જગ્યાએ રખડતા ખૂંટીયા દ્વારા લોકોના વાહનોમાં નાના મોટી નુકશાની કરવામાં આવતી હોય છે અને નિર્દોષ વ્યક્તિ માટે રખડતા ઢોર જીવલેણ બને ત્યાર પહેલા મોરબી નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પાંજરે પુરવા માટેની કામગીરી કરવામાં આવે તે લોકોના હિતમાં છે હાલમાં રજડતા ઢોરના લીધે ટ્રાફિકજામ, ગંદકી સહિતના પ્રશ્નો ઊભા થાય છે અત્રે ઉલેખનીય છે કે, અગાઉ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એવો ફતવો બહાર પાડવામાં આવ્યો હતો કે મોરબીના કોઈપણ વિસ્તારમાંથી જો માલિકીના ઢોર પકડવા આવશે તો તેના માટે થઈને પાલિકા દ્વારા ઢોરના માલિક પાસેથી ઢોર છોડવા માટે ત્રણ હજાર રૂપિયા દંડ વસૂલ કરશે જો કે, આજની તરીકે આ દિશામાં નક્કર કામગીરી કરવામાં આવી નથી તે હક્કિત છે




Latest News