મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૭૨ હજાર યોગ સાધકોએ યોગ સાધના કરીને વિશ્વ યોગ દિવસ ઉજવ્યો


SHARE









મોરબી જીલ્લામાં ૭૨ હજાર યોગ સાધકોએ યોગ સાધના કરીને વિશ્વ યોગ દિવસ ઉજવ્યો

સમગ્ર વિશ્વની સાથે ભારતમાં અને ગુજરાત રાજ્યમાં યોગ આપણી જીવનશૈલીનું મહત્વનું અંગ બને તથા તન અને મન થી તંદુરસ્ત રહેવા માટે યોગ અને પ્રાણાયામને જીવનની દૈનિક ક્રિયાનો એક મહત્વનો ભાગ બનાવવા બાબતે લોકો જાગૃત બને તેવા ઉમદા હેતુ સાથે વસુધૈવ કુટુમ્બકમ માટે યોગહર ઘર આંગણે યોગથીમ સાથે ૯ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે મોરબી ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કેનરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા બાદ સમગ્ર વિશ્વને યોગ તરફ વળવા હાંકલ કરી અને વિશ્વએ યોગનું મહત્વ સ્વાકાર્યું. આજે સમગ્ર વિશ્વ ભરતની ઋષિ પરંપરા અપનાવી યોગ કરતું થયું છે. જિલ્લાના તમામ યોગ સાધકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કેઆપણું પરિવાર કાયમી યોગ કરતું થાય તે જરૂરી છે. આજે આપણી જીવનશૈલી અને ખાણીપીણી એવી થઈ ગઈ છે કેસ્વાસ્થ્યપ્રદ જીવન માટે યોગ મહત્વનું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે સમગ્ર મોરબીમાં ૭૨ હજાર લોકો યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાના છે.

આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કરી ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરી હતી અને યોગને જીવનનો એક અભિન્ન અંગ બનાવવા માટે નિર્ધાર કર્યો હતો. તેની સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું. ત્યારે ધારાસભ્ય ઉપરાંત કલેકટર જી.ટી. પંડ્યાપોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીનાયબ વન સંરક્ષક ચિરાગ અમીનનિવાસી અધિક કલેકટર એન.કે. મુછારનાયબ કલેકટર ડી.સી. પરમારનાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News