ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

મોરબીની હિન્દુ યુવા વાહીનીની ટીમે કતલખાને ધકેલાતા ૪૬ પશુઓને બચાવી લીધા


SHARE







મોરબીની હિન્દુ યુવા વાહીનીની ટીમે કતલખાને ધકેલાતા ૪૬ પશુઓને બચાવી લીધા

મોરબીના ગૌરક્ષકોને બાતમી મળી હતી કે, સામખીયારી તરફથી ગાડીમાં અબોલજીવને ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે જેથી કરીને વોચ ગોઠવી હતા અને ત્યાર બાદ તાત્કાલિક સ્થળ ઉપર પોહચીને મોરબી હિન્દુ યુવા વાહીની દ્વારા ૪૬ જેટલા પશુઓને કતલખાને લઈ જવાતા બચાવી લેવામાં આવેલ છે.

મોરબીના તા ૨૨/૬ ના રોજ રાતે એક વાગ્યે સુરેશભાઈ રબારીએ ફોન આવ્યો હતો કે, કચ્છમાંથી એક ગાડી અબોલજીવને ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે અને આ ગાડી માળીયાથી જામનગર જવાની છે તેવી માહિતી હતી જેથી કરીને વોચ રાખવામા આવી હતી અને નંબર જીજે ૧૦ ટીવી ૬૪૩૪ અને જીજે ૧૨ સીપી ૮૦૯૧ ગાડી આ બંને ગાડી કચ્છમાંથી આવી રહી હોય તેની હિન્દુ યુવા વાહિની ગૌરક્ષક વોચ રાખવામા આવી હતી જેમાં મોરબી જિલ્લા અધ્યક્ષ કે.બી. બોરીચા, હિન્દુ યુવાહીની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઇ પાટડીયા, ગૌરક્ષક જયરાજસિંહ ઝાલા, ગૌરક્ષક હર્ષભાઈ, ગૌરક્ષક યશ વાઘેલા સહિતના હાજર હતા

આ ગાડી સામખીયારી બાજુથી આવી રહી હતી જો કે, ગાડી ટ્રાફિકમાં હોવાની માહિતી મળી હતી જેથી કરીને તાત્કાલિક સ્થળ ઉપર જઈને ગાડી રોકવાની ટ્રાય કરતા તેમાંથી ગાડી ચાલક અને તેના સાથેના સાથીદાર ગાડી છોડીને ભાગી ગયા હતા જો કે, ગાડી પકડેલ છે અને ગાડીમાં ૪૬ પાડા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસ અધિકારીને અને ત્યાંના સ્થાનિક અગ્રણી જીવદયા પ્રેમી ગૌરક્ષક બાબુ મહારાજને જાણ કરતા તાત્કાલિકના ધોરણે બાબુ મહારાજ આવી ગયા હતા અને ગાડીને પોલીસ સ્ટેશને લઈ જઈને કાયદેસરની કાર્યવાહી હતી

આ ૪૬ જીવોને લાકડીયા પાંજરાપુરમાં મૂકવામાં આવ્યા હતા અને સામખયારી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ સફળ કામગીરીમાં ગૌરક્ષકો હરેશભાઈ ચોહાણા, હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા, દીપકભાઈ વાંકાનેર, દીપુભાઈ વાઘેલા, વૈભવભાઈ પટેલ તેમજ સામખયારી ગૌરક્ષક જીવદયા ટીમ અને હિન્દુ યુવા વાહીની ટીમના સભ્યો હાજર રહ્યા હતા




Latest News