મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠેથી ૧૬૮ બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ


SHARE









મોરબીના સામાકાંઠેથી ૧૬૮ બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ

શહેરમાં છેલ્લા થોડા દિવસોથી દેશી-વિદેશી દારૂના બનાવમાં પકડાતા વાહનોમાં "રાજા મેલડી" લખેલું કોમન..!

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે તેઓએ મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાસે આવેલ ધાર વિસ્તારમાં આવેલ સુરાપુરા દાદાના મંદિર પાસેના ખુલ્લા પ્લોટમાં રેડ કરી હતી ત્યારે ત્યાં ઉભેલ લાલ કલરની સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની છ પેટી મળી આવી હતી તેમજ બાજુમાં બાવળની કાંટમાં તપાસ કરવામાં આવતા ત્યાંથી વધુ આઠ પેટી મળી આવી હતી.આમ કુલ ૧૪ પેટીમાંથી ૧૬૮ બોટલ દારૂ મળી આવ્યો હતો અને સ્થળ ઉપરથી હાલમાં બે ઈસમો પકડાયા હોય અને એકનું નામ ખુલ્યુ હોય ત્રણેય સામે ગુનો નોંધીને સીટી બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.અત્રે નોંધનીય છે કે છેલ્લા થોડા દિવસોમાં મોરબીના એ-બી ડિવિઝન તેમજ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ દેશી-વિદેશી દારૂના બનાવોમાં જે વાહનો પકડાયા છે તે વાહનોમાં "રાજા મેલડી" એકસરખા રેડિયમ કલર સાથે લખેલું હોવાનું કોમન જોવા મળ્યું છે માટે આ દિશામાં પણ પોલીસ તપાસ કરે તો ચોકકસ ગેંગ સામે આવે તેમ લાગી રહ્યુ છે માટે તે દિશામાં તપાસ જરૂરી બનેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ દેકાવાડીયા સહિતનો સ્ટાફ રાત્રિના રાઉન્ડમાં હતો તે દરમિયાનમાં સ્ટાફના યોગેશદાન ગઢવી અને ચંદ્રસિંહ પઢીયારને મળેલ બાતમીના આધારે મોડીરાત્રિના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ જુની કુબેર ટોકીઝ પાછળના ધાર વિસ્તારમાં સુરાપુરા દાદાના મંદિર નજીક રેડ કરી હતી.ત્યારે ત્યાં ખુલ્લા પ્લોટમાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી લાલ કલરની સ્વીફ્ટ કાર નંબર જીજે ૩૬ એએફ ૪૨૯૭ કિંમત રૂપિયા પાંચ લાખ મળી આવી હતી અને તે કારની તલાસી લેવામાં આવતા કારમાંથી વિદેશી દારૂની છ પેટી એટલે કે ૭૨ નંગ દારૂની બોટલ મળી આવી હતી અને બાજુમાં આવેલ બાવળની કાટમાં તપાસ કરવામાં આવતા ત્યાંથી વધુ આઠ પેટી એટલે કે ૯૬ નંગ બોટલ દારૂ મળી આવ્યો હતો.

આમ કુલ ૧૪ પેટીમાં ૧૬૮ બોટલ વિદેશી દારૂનો જથ્થો ત્યાંથી મળી આવ્યો હોય રૂપિયા ૬૩,૦૦૦ ની કિંમતનો દારૂ તથા રૂપિયા પાંચ લાખની કિંમતની કાર મળીને કુલ ૫.૬૩ લાખના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી પોલીસે રવિ મનુભાઈ રાવા (ઉમર ૨૨) ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે.વીસીપરા બાલા હનુમાન મંદિર પાસે તેમજ ભૌતિક રાજુભાઇ ચૌહાણ (ઉમર ૨૨) રહે.કુબેર ટોકીઝ પાછળ મફતપરા ઢાળ પાસે સામાકાંઠે મોરબી-૨ ને પકડી પાડ્યા હતા.જ્યારે બ્લુ કલરની સ્વીફટ કાર સ્થળ ઉપરથી પોલીસને જોઈને ફરાર થઈ ગઈ હોય અને તેમાં દિનેશ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવાનું નામ ખુલ્યું હોય હાલ પોલીસે રવિ રાવા, ભૌતિક ચૌહાણ અને દિનેશ મુંધવા નામના ત્રણ ઇસમો સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કર્યો છે અને રવિ રાવા તથા ભૌતિક ચૌહાણની ધરપકડ કરીને ભાગી છુટેલા દિનેશ રાજુભાઇ મુંધવા રહે.કુબેર ટોકીઝ ધારવિસ્તાર સુરાપુરા મંદિર પાસે મોરબી-૨ વાળાની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રહેવાસી કેવીન અશોકભાઈ દવે નામના ૩૮ વર્ષના યુવાનને મોરબીના નવા બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં ખસેડાયો હતો. તે બાઈક લઈને જતો હતો ત્યારે અજાણ્યા ટ્રક સાથે તેની અથડામણ થતા ઈજા થતા સિવિલે સારવારમાં ખસેડાયો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના ઘુંટુ ગામે રહેતા સોનલબેન પારસભાઈ રાઠોડ નામની ૩૦ વર્ષની મહિલાને તેના ઘરે તેના પતિએ નશાયુક્ત હાલતમાં માર મારતા સિવિલે સારવાર માટે ખસેડવામાં આવી હતી.હાલ સિવિલ હોસ્પિટલ ખાતેથી યાદી આવતાં મોરબી તાલુકા પોલીસ મેથકના જે.પી.પટેલ દ્વારા આ બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે. જ્યારે મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ અનિલ મદનલાલ નામના ૩૫ વર્ષના યુવાનને પણ સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.જેથી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News