મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રદેશ ભાજપના મહામંત્રીના હસ્તે સ્મશાનમાં ભઠ્ઠીના બિલ્ડિંગનું કરાશે ખાતમુહૂર્ત


SHARE









મોરબીમાં પ્રદેશ ભાજપના મહામંત્રીના હસ્તે સ્મશાનમાં ભઠ્ઠીના બિલ્ડિંગનું કરાશે ખાતમુહૂર્ત

મોરબી પાલિકા દ્વારા શહેરના પંચાસર રોડ ઉપર આવેલ સોનાપુરી સ્મશાનમાં ગેસ આધારિત ભઠ્ઠી મંજૂર કરવામાં આવેલ હતી ત્યારે સ્મશાનમાં ભઠ્ઠીનું બિલ્ડિંગ બનાવ માટેના કામનું તા ૩૦ ના રોજ સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે.

સરકાર દ્વારા ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા ૬૯.૪૨ લાખ રૂપિયા ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી બિલ્ડિંગ માટે આપવામાં આવેલ છે આ કામનું ખાતમુહૂર્ત કચ્છ-મોરબીના સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે તા ૩૦ ના રોજ સવારે ૧૦:૩૦  કલાકે મોરબીના પંચાસર રોડ પર આવેલી સતવારા સમાજ વાડી ખાતે આ કાર્યક્રમ રાખવામા આવેલ છે આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મહામંડલેશ્વર શિવરામદાસજી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા અને બાબુભાઈ હુંબલ, મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રીશીપભાઈ કૈલા સહિતના હાજર રહેશે




Latest News