મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં ઈસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ


SHARE









મોરબીમાં ઈસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ

મોરબીમાં ઈસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે આ રથયાત્રામાં જગન્નાથજીની સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને પણ રાખવામા આવ્યા હતા અને રથયાત્રા પહેલા ભગવાનને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ભક્તિનગર સર્કલ પાસે આવેલ મોર્ડન હોલ ખાતેથી યાત્રા શરૂ કરવામાં આવી હતી અને ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેન્ડ, ગાંધીચોક, નગર દરવાજા, રાવપર રોડથી મોર્ડન હોલ ખાતે યાત્રાને પુરી કરવામાં આવી હતી અને રથયાત્રાના રૂટ પર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ,, હિન્દુ યુવા વાહિની અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સ્વયંસેવકોએ  સેવા આપી હતી. આ તકે સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતિભાઈ ભાડેશિયા, બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત સહિતના લોકો યોજાયા હતા તેમજ ખાસ કરીને આ રથયાત્રામાં ઇસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર સાથે જોડાયેલ રશિયા, કઝાકિસ્તાન, યુક્રેન, અમદાવાદ, રાજકોટ સહિતના ભક્તો આવ્યા હતા અને ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્ એ.સી.ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા લિખિત પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રથયાત્રા હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્રના સંચાલક હરેન્દ્ર મુરારી પ્રભુજીના નેતૃત્વમાં યોજાઈ હતી.




Latest News