મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ૬.૪૨ લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સ પકડાયા, એકની શોધખોળ


SHARE













મોરબી નજીકથી ૬.૪૨ લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સ પકડાયા, એકની શોધખોળ

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ પાનેલી ગામના પાટીયા પાસે સર્વીસ રોડ ઉપરથી માદક પદાર્થ મેફેડ્રોનની હેરફેરી કરવામાં આવે છે અને ગ્રાહકોને આપવામાં આવે છે તેવી માહિતી એસઓજીની ટીમને મળી હતી જેના આધારે ત્યાં વોચ ગોઠવી હતી અને પોલીસે ત્યાંથી બે શખ્સની ૬,૪૨,૦૦૦ ના મેફેડ્રોનના કોમર્શીયલ જથ્થા સાથે ધરપકડ કરેલ છે અને કુલ મળીને ૭,૧૯,૪૬૦ લાખના મુદામાલને કબજે કરવામાં આવે છે તેમજ હાલમાં પકડાયેલ શખ્સો પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોવાથી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રેન્જ આઇજી અશોકકુમાર યાદવની સૂચના મુજબ મોરબી જીલ્લામાં એસપી રાહુલ ત્રિપાઠી સહિત જિલ્લા પોલીસની ટિમ કામ કરી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમોને શોધવા માટે અને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે તેવામાં મોરબી એસઓજીના કિશોરદાન ગંભીરદાન ગઢવી તથા ફારૂકભાઇ યાકુબભાઇ પટેલને મળેલ બાતમી આધારે સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઇ બ્લોચ રહે. ચન્દ્રપુર માર્કેટીંગ યાર્ડ સામે વાંકાનેર તથા રજાકભાઇ આમદભાઇ ઘાંચી રહે. માધાપર મોરબી વાળા બંન્ને અવાર નવાર સાંજના સમયે દરીયાલાલ હોટલ નજીક મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર પાનેલીના પાટિયા પાસે હાઇવેના સર્વીસ રોડ ઉપર ભેગો થાય છે અને માદક પદાર્થ પાવડર પોતાના ગ્રાહકોને આપવા જાય છે.

જેથી કરીને એસઓજીની ટીમને મળેલ બાતમી આધારે વોચ રાખવામા આવી હતી ત્યારે સ્થળ ઉપરથી એક નંબર વગરના હોન્ડા સાઇન મોટર સાયકલ લઇ બંને શખ્સ નીકળ્યા હતા ત્યારે અને પોતાના ગ્રાહકોને વેચાણ કરવા જનાર હતા ત્યારે પોલીસે તે બંનેને ઝડપી લીધા હતા અને તેની તલાસી લેવામાં આવી હતી ત્યારે તેની પાસેથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૬૪.૨૦ ગ્રામ મેફેડ્રોનનો જથ્થો જેની કિંમત ૬,૪૨,૦૦૦ તેમજ ૩૦૦૦ રૂપિયાના બે મોબાઇલ ફોન, ૪૪૬૦ રોકડા, અને ૭૦૦૦૦ નું બાઇક આમ કુલ મળીને ૭,૧૯,૪૬૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઇ બ્લોચ જાતે મકરાણી (૪૨) રહે. ચંદ્રપુર માર્કેટીંગ યાર્ડ પાસે વાંકાનેર અને રજાકભાઇ ઉર્ફે લાલો આમદભાઇ પરમાર જાતે ઘાંચી (૫૦) રહે. માધાપર-૧૪ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

આ બંને શખ્સો પાસેથી જુનેદભાઇ હનીફભાઇ પરમાર રહે. માધાપર શેરી નં-૫ વાળાની નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને હાલમાં જે બે શખ્સ પકડાયેલ છે તેની સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી)૨૧(સી)૨૯ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે આ કામગીરી એસઓજીના પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઈ એમ.એસ.અંસારી તેમજ રણજીતભાઇ બાવડા, રસીકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગઢવી, જુવાનસિંહ રાણા, મહાવિરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, સતિષભાઇ ગરચર, આશીફભાઇ ચાણકીયા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાંચુ અને અશ્વિનભાઇ લોખિલ દ્વારા કરવામાં આવેલ છે






Latest News