મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક લિંબાળા ધાર પાસે ડબલ સવારી બાઇકને ઇકો કારના ચાલકે હડફેટે લીધું: એકને ઇજા


SHARE









વાંકાનેર નજીક લિંબાળા ધાર પાસે ડબલ સવારી બાઇકને ઇકો કારના ચાલકે હડફેટે લીધું: એકને ઇજા

વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર લિંબાળા ધાર પાસે ડબલ સવારી બાઇકને ઇકો કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલ બે પૈકીનાં એક વ્યક્તિને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેણે હાલમાં ઇકો ગાડીના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં જીનપરા વિસ્તારમાં આવેલ ગૌશાળા રોડ ઉપર રહેતા ટપુભા મહોબતસિંહ જેઠવા જાતે દરબાર (૬૨) એ હાલમાં ઇકો ગાડી નંબર જીજે ૧૪ ઇ ૭૦૬૧ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેરથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર લિંબાળા ધાર પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એબી ૦૬૮૮ લઈને જતા હતા અને તેમાં પાછળના ભાગે તેનો દીકરો પૃથ્વીરાજ (૩૪) બેઠો હતો ત્યારે ઇકો ગાડીના ચાલકે તેઓના બાઈકને ડિવાઇડરના ખાચાની જગ્યાએ હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીને જમણા પગમાં નળા અને ઢીંચણના ભાગે ફેક્ચર જેવી ઈજા થઈ હતી તથા ડાબા પગના અંગૂઠામાં ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેઓએ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇકોના ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News