મોરબીમાં જયા પાર્વતીના જાગરણ માટે પરશુરામ યુવા ગ્રુપનું ખાસ આયોજન
એ કુકડું ગૂચાવાયું: મોરબી કલેકટરે કરેલ બદલીના આદેશ ઉપર જિલ્લાના પ્રભારી મંત્રીએ લગાવી બ્રેક !
SHARE
એ કુકડું ગૂચાવાયું: મોરબી કલેકટરે કરેલ બદલીના આદેશ ઉપર જિલ્લાના પ્રભારી મંત્રીએ લગાવી બ્રેક !
મોરબી જિલ્લાના રેવન્યુ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીને બદલાવવા માટેની ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવતી હતી અને તેવામાં ગઇકાલે મોડી સાંજે જિલ્લાના કલેકટરે જિલ્લાના એક ને એક જગ્યાએ હોય તેવા નાયબ મામલતદાર અને ક્લાર્કોની બદલી કરી હતી જો કે, તાત્કાલિક અસરથી મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીએ આ બદલીને સ્થગિત કરવાનો આદેશ કર્યો છે અને હવે પ્રભારી મંત્રી ચેક કરશે પછી બદલીનો ઘાણવો કાઢવામાં આવશે તેવું જાણવા મળેલ છે
મોરબી જીલ્લાને સોનની મુરગી સમાન ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ છેલ્લા વર્ષોથી સમજવા લાગ્યા છે અને કેટલીક બાબતોમાં બેફામ બની ગયા હતા જેથી કરીને રેવન્યુ વિભાગમાં એક જ ટેબલે વર્ષોથી કામ કરતાં હોય તેવા અધિકારી અને કર્મચારીને બદલાવા માટેની કલેકટરને રજૂઆત અને ફરિયાદ પણ કરવામાં આવી હતી જો કે, કોઈ કારણોસર બદલી કરવામાં આવી રહી ન હતી તેવામાં ગઇકાલે કલેક્ટર દ્વારા બદલીઓ કરવામાં આવી હતી જેમાં પી.એમ. નાયકપરા, જે.વી. ખાખરીયા, ઓ.એન. જાડેજા, આર.જી. રતન, જે.પી. પાલિયા, એ.બી. રાઠોડ, પી.એન. અજાણી, એસ.આર. ગોહિલ, કે.ડી. બુસા, જે.સી. પટેલ, વાય.પી. ગોસ્વામી, પી.બી. ત્રિવેદી, એચ.એસ. ડોડીયા, વી.પી. બારડ, એચ.એમ પરમાર, આર.એલ. ઝાલા, જી.એસ. જાડેજા અને એમ.જે. પટેલનો સમાવેશ થતો હતો અને તે ઉપરાંત કલાર્કની પણ બદલીઓ કરવામાં આવી હતી જો કે, હાલમાં બે બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો હતો તે પહેલા ચૂંટાયેલા જનપ્રતિનિધિનોને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા અને અન્ય લોકોની વાતોને ધ્યાનમાં લઈને બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો હોવાની ચર્ચા કલેક્ટર કચેરીમાં ચાલી રહી છે ત્યારે આ બદલીને લઈને ભવિષ્યમાં કોઈ વિવાદ થાય તે હાલમાં આ બદલીના ઓર્ડરને સ્થગિત કરી દેવામાં આવેલ છે આ બાબતે જિલ્લાના કલેક્ટર જી.ટી. પંડ્યા સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, જિલ્લાના પ્રભારી મંત્રીએ હાલમાં કરાયેલ બદલીના ઓર્ડરને સ્થગિત કરવાની સૂચના આપેલ છે અને તેઓની સૂચના અને માર્ગદર્શન મુજબ આગામી ઓર્ડર કરવામાં આવશે