હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવતીના ન્યુડ વિડીયો-ફોટો વાઇરલ કરવાના ગુનામાં વધુ બે ની ધરપકડ


SHARE







મોરબીમાં યુવતીના ન્યુડ વિડીયો-ફોટો વાઇરલ કરવાના ગુનામાં વધુ બે ની ધરપકડ

મોરબીમાં યુવતી સાથે ફ્રેન્ડશીપ હોય તે દરમિયાન વિડીયો કોલ દ્વારા યુવતીની જાણ સ્ક્રીન રેકોર્ડિંગ કરીને ન્યુડ વિડિયો અને ફોટોગ્રાફ્સ લઈ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને ઇન્સ્ટગ્રામનું ફેક આઈડી બનાવી તેમાં ન્યુડ વિડિયો તથા ફોટોગ્રાફ મોકલી યુવતી સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કરવામાં આવ્યું હતું અને ફરિયાદીના કુટુંબની સમાજમાં બદનામી કરવાની ધાક ધમકીઓ આપવામાં આવતી હતી જે ગુનામાં પહેલા પોલીસ કર્મચારી સહિત બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી ત્યાર બાદ વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચારેય આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કરીને આરોપીઓને જામીન મુક્ત કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતી યુવતીને જેની સાથે અગાઉ ફ્રેન્ડશીપ હતી તે શખ્સે વિડીયોકોલથી જ્યારે વાતચીત થતી હતી ત્યારે યુવતીની જાણ બહાર મોબાઇલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું અને ત્યારબાદ યુવતીને આરોપી સાથે ફ્રેન્ડશીપમાં રહેવા માંગતી ન હોય તે બાબતનું મન દુઃખ રાખીને આરોપી સંદીપ વાસુદેવભાઈ હડિયલ નામના આરોપીએ યુવતીના ન્યુડ વિડિયો અને ફોટોસ વાયરલ કરી તેમજ આરોપી હરેશભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણે ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇ.ડી. બનાવીને તેમાં યુવતીના ન્યુડ વીડીયો તથા ફોટોગ્રાફ મોકલી પોતાની સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કર્યું હતું અને યુવતી તેમજ તેના કુટુંબને સમાજમાં બદનામ કરી નાખવાની ધાક ધમકી આપી હતી

જેથી યુવતીએ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંદીપ વાસુદેવભાઈ હડિયલ અને હરેશભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ (પોલીસ કોન્સ્ટેબલ) રહે. હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પીઆઇ પી.કે. દેકાવાડીયાએ હરેશ ઘનશ્યામ ચૌહાણ જાતે દલવાડી અને સંદીપ વાસુદેવ હડીયલ જાતે દલવાડીની પહેલા ધરપકડ કરી હતી ત્યાર બાદ આ શખ્સોએ જેને વિડીયો આપેલ હતો અને તેને વિડીયો શેર કર્યો હતો તેવા બે શખ્સ જેમાં ઉમેશ ઘનશ્યામ સોનગરા રહે. ચરાડવા તેમજ મેહુલ ઘનશ્યામ મકવાણા રહે. સાપકડા વાળાનો સમાવેશ થાય છે આમ આ ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરીને તેના પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરીને ચારેય આરોપીઓને જામીન મુક્ત કરેલ છે






Latest News