મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના  રવાપર ગામે ઉમા હોલમાં કાલે રાતે નમો ડાયરો યોજશે


SHARE







મોરબીના  રવાપર ગામે ઉમા હોલમાં કાલે રાતે નમો ડાયરો યોજશે

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલું હોલ ખાતે તા. ૨૨ ના રોજ રાત્રે વાગ્યે નમો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાજેતરમાં જે સાંસ્કૃતિક સેલની રચના કરવામાં આવી છે તેના હોદેદારો દ્વારા પોતાની કલા રજૂ કરવામાં આવશે અને ખાસ કરીને કલાના હળવા માધ્યમથી સરકાર દ્વારા જે કામો કરવામાં આવ્યા છે તેને લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે

જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દ્વારા સાંસ્કૃતિક સેલની રચના કરવામાં આવી છે તેમાં સંયોજક તરીકે દેવેનભાઇ વ્યાસને લેવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા સાંસ્કૃતિક સેલના સંયોજક દેવેનભાઇ વ્યાસે જણાવ્યું છે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા જે છેલ્લા વર્ષની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારમાં કામગીરી કરવામાં આવી છે તેને જન જન સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ નમો ડાયરમાં કરવામાં આવશે તા ૨૨ ના રોજ રાતે ૯ વાગ્યા રવાપર ગામે આવેલ ઉમા હોલમાં ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા નમો ડાયરાનું આયોજન કરવામાં આવે છે જેમાં કલાકારો દ્વારા જુદીજુદી કૃતિઓ રજુ કરવામાં આવશે અને સરકારે લીધેલા નિર્ણયોની ઝાંખી લોકો સુધી પહોચડવા માટે નમો ડાયરાના કલાકારો નિમિત બનશે






Latest News