મોરબીમાં બોર્ડના વિદ્યાર્થીને પરિવારે અભ્યાસમાં ધ્યાન દેવાનું કહેતા ગળેફાંસો ખાઈ લેતા મોત..!
SHARE
મોરબીમાં બોર્ડના વિદ્યાર્થીને પરિવારે અભ્યાસમાં ધ્યાન દેવાનું કહેતા ગળેફાંસો ખાઈ લેતા મોત..!
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા ઘાંચી પરિવારનો પુત્ર ધો.૧૦ બોર્ડમાં અભ્યાસ કરતો હોય અને તે મિત્રો સાથે રખડતો હોય અને અભ્યાસમાં ધ્યાન ન આપતો હોવાને લીધે પરિવારે આ બાબતે તેને ઠપકો આપ્યો હતો તે વાત મનમાં લાગી જવાથી ગળેફાંસો ખાઇ લેતા સગીર વયના યુવાનનું મોત નિપજયુ હતુ.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના વી.પી.છાસિયા પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ લોકજીવન પાર્ક શેરી નંબર-૧ માં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રજાકભાઈ વડાવરીયાનો ૧૬ વર્ષનો પુત્ર સયાન ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં છે અને હાલ બોર્ડનું વર્ષ હોવા છતાં તે પોતાના મિત્રોની સાથે રખડતો હોય અને અભ્યાસમાં ધ્યાન આપતો ન હોય પરિવારના સભ્યોએ તેને સામાન્ય ઠપકો આપ્યો હતો તે વાતનું મનોમન લાગી આવવાથી સયાન રજાકભાઈ વડાવરીયા જાતે ઘાંચી નામના ૧૬ વર્ષની સગીરવયના યુવાનને ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી તેનુ મોત નિપજતા મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને તે અંગે આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયા અને રાયટર ગંભીરસિંહ તપાસ ચલાવી રહ્યા છે.
મશીનમાં આવી જતાં હાથ છુંદાઈ ગયો
મોરબી જિલ્લાના માળીયા મીંયાણા પોલીસ મથકની હદમાં માળીયા-હળવદ હાઈવે બહાદુરગઢ નજીક આવેલ બંસી પેનલ નામના યુનિટીની અંદર કામ દરમ્યાન મશીનમાં ડાબો હાથ આવી જવાથી વરજુભાઈ જલિયાભાઈ ડામોર નામના ૫૫ વર્ષીય આધેડનો હાથ છુંદાઈ ગયો હતો જેથી તેને અહીંની સાગર ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયો હતો.એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરી હતી.