બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પાણી-કચરા સહિતના મુદે પાલિકામાં લોકોની બઘડાટી


SHARE









મોરબીમાં પાણી-કચરા સહિતના મુદે પાલિકામાં લોકોની બઘડાટી

 મોરબી પાલીકમાં હાલમાં વહીવટદારનું શાસન છે ત્યારે જુદાજુદા વિસ્તારમથી રોજે લોકોના ટોળાં આવે છે આવી જ રીતે ગઇકાલે દોઢ મહિનાથી પાણી આવતું ન હોવાથી સામાકાંઠાની સોસાયટીની મહિલાઓ આવી હતી તે સહિતના બીજા વિસ્તારમાંથી પણ લોકોની રજૂઆત આવી હતી

મોરબીના સામાંકાંઠે હરિપાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ પાલિકાએ આવ્યા હતા અને ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, સોસાયટીમાં છેલ્લા દોઢ મહિનાથી પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમાં આવી રહ્યું નથી જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે. અને જયારે પાલિકામાં રજૂઆત કરવામાં આવે ત્યારે લોકોને પાણી આવી જશે તેવા ઠાલા વચનો આપવામાં આવે છે જો કે, પાણી આવતું નથી તે હક્કિત છે ત્યારે મહિલાઓએ અધિકારીને ત્યાં સુધી કહી દીધું હતું કે, પાણી ન આપો તો હવે અધિકારી કે કર્મચારી ઉપર હાથ ઉપાડતા પણ સ્થાનિક લોકો અચકશે નહીં જેથી કરીને જે જૂની લાઇનથી પાણી આવતું હતું તેને ફરી ચાલુ કરવામાં આવે અને પાણી નિયમિત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે ચીફ ઓફિસરે તાકીદે પાણી પુરવઠાના અધિકારીને પાલિકામાં બોલાવીને સોસાયટીમાં પાણી આપવાની સૂચના આપેલ છે આવી જ રીતે મોરબીના વેજીટેબલ રોડે આવેલ લાભનગર સોસાયટીમાંથી લોકો આવ્યા હતા અને ત્રણ મહિનાથી તેમની સોસાયટીમાં કચરો લેવા માટે કોઈ આવતું નથી તેવી રજૂઆત કરી હતી જેનો તાત્કાલિક નિકાલ કરવા માટે અધિકારી સ્ટાફને સૂચના આપી હતી




Latest News