માળીયા મીયાણા ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ મોરબીમાં મિત્ર સાથે થયેલ ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ યુવાનને પડખા અને હાથના ભાગે છરીના આડેધડ ઘા ઝીંક્યા મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના સાપર ગામે નાઈટ હોલ્ટમાં રહેલા એસટીની બસમાંથી ૧૭૦ લિટર ડીઝલ ગુમ !


SHARE









મોરબીના સાપર ગામે નાઈટ હોલ્ટમાં રહેલા એસટીની બસમાંથી ૧૭૦ લિટર ડીઝલ ગુમ !

મોરબી તાલુકાના સાપર ગામ પાસે નાઈટ હોલ્ટમાં રહેલ એસટી બસમાંથી ડીઝલ કાઢવામાં આવ્યું હોવાનુ સામે આવ્યું છે જેથી કરીને એસટી બસના કર્મચારી દ્વારા હાલમાં આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભડલી ગામના રહેવાસી અને એસટી વિભાગમાં ફરજ બજાવતા ક્રીપાલસિંહ ભરતસિંહ ગોહિલ જાતે દરબાર (૪૦) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસટી બસમાંથી ડીઝલ ઓછું થયું હોવાની જાણ કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ભાવનગર શાપર ભાવનગર રૂટની બસ નાઈટ હોલ્ટમાં શાપર ગામે બસ સ્ટેશન સામે રાખવામાં આવી હતી ત્યારે બસ નંબર જીજે ૧૮ ઝેડ ૫૧૦૬ એસટીની બસમાંથી ૧૭૦ લીટર ડીઝલ ઓછું થયેલ છે જેથી કરીને આ બનાવની એસટીના કર્મચારીએ પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે                                   

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણામાં આવેલ કોળીવાસમાં રહેતા કોળી કસ્તુરબેન રામભાઈ (૫૬) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ખોડીયારપરામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને વૃદ્ધા રસ્તા ઉપર નીચે પટકાતા તેઓને થાપાના ભાગે ઇજા થયેલ હતી જેથી કરીને સારવાર માટે તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા છે અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

સાપ કરડી ગયો

મોરબી તાલુકાના ખાનપર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા ગરાસિંગ ખુમાનસિંગ વાસક્લે (૫૫) નામના વૃદ્ધ વાડીએ હતા ત્યારે ત્યાં તેને રાત્રિના સમયે સાપ કરડી જતા તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે






Latest News