ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત મોરબીના ખાટકીવાસમાં લાયસન્સ ન માટે ત્યાં સુધી કતલખાના બંધ રાખવાની લેખિત બાહેંધરી ન મળે તો મિકલતો કરશે સીલ: ડેપ્યુટી કમિશ્નર ધોળાવીરાને કેટેગરી-A, કચ્છના ઐતિહાસિક વારસાને દેશના ટોચના સ્મારકો મળ્યું સ્થાન: સાંસદ વિનોદભાઇ ચાવડા બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં કૂતરું કરડવાથી અઢી વર્ષના બાળકનું મોત


SHARE









વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં કૂતરું કરડવાથી અઢી વર્ષના બાળકનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ પાસે આવેલ રોલસ્ટાર કંપની કૂતરું કરડવાથી ઈજા પામેલ અઢી વર્ષના બાળકનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ નજીક રોલસ્ટાર કંપનીની અંદર કામ કરતા પૂનમસિંગ ડામોરનો અઢી વર્ષનો દીકરો સોહન રોલસ્ટાર કંપનીમાં હતો ત્યારે ત્યાં કૂતરું કરડી ગયું હતું જેથી તેને ઈજા થવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે દિગ્વિજયસિંહ ઝાલા લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધનું મોત

વાંકાનેરમાં રાજકોટ રોડ ઉપર આવેલ બ્રહ્મ સમાજ સોસાયટીમાં રહેતા ખીમજીભાઇ મહાદેવભાઇ ખાંડેખા (૬૦) પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કુદરતી કારણોસર તેનું મૃત્યુ થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News