વાંકાનેરના કેસરીદેવસિંહને રાજ્યસભામાં લેવામાં આવતા મોરબી રાજપૂત સમાજ દ્વારા આતિશબાજી
SHARE
વાંકાનેરના કેસરીદેવસિંહને રાજ્યસભામાં લેવામાં આવતા મોરબી રાજપૂત સમાજ દ્વારા આતિશબાજી
ગુજરાત રાજ્યની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજવાની છે જેના માટેના ઉમેદવારોના નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ છે ત્યારે મોરબી જીલ્લામાં આવતા વાંકાનેર રાજવી પરિવારના મહારાજા કેસરિદેવસિંહ ઝાલાને સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને તેમણે પોતાનું ફોર્મ પણ ભરી દીધું છે ત્યારે મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલાની આગેવાની હેઠળ નગર દરવાજાના ચોકમાં આતિષબાજીનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મિયાત્રા, અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘના પ્રમુખ જયવંતસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, રઘુભા ઝાલા, મેઘરાજસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા, નિરૂભા ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા, જયદીપભાઈ હુંબલ, પ્રકાશભાઈ ચબાડ, નિકુંજભાઈ કોટક, રવિભાઈ રબારી, રુચિરભાઇ કારીયા, ઓમદેવસિંહ જાડેજા, કાજલબેન ચંડીભમ્મર, નીરજભાઈ ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા જે નિર્ણય લેવામાં આવેલ છે તેને મોરબી રાજપૂત સમાજ, અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ, કરણી સેના અને મોરબી જિલ્લા ભાજપે આવકારયો છે અને એક મેકના મો મીઠા કરાવીને ઉજવણી કરી હતી