મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી અદાલત મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત મોરબીના ખાટકીવાસમાં લાયસન્સ ન માટે ત્યાં સુધી કતલખાના બંધ રાખવાની લેખિત બાહેંધરી ન મળે તો મિકલતો કરશે સીલ: ડેપ્યુટી કમિશ્નર ધોળાવીરાને કેટેગરી-A, કચ્છના ઐતિહાસિક વારસાને દેશના ટોચના સ્મારકો મળ્યું સ્થાન: સાંસદ વિનોદભાઇ ચાવડા બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વ્હોટ્સએપ ગુપમાં ઓડિયો ક્લિપ મૂકીને આધેડને મારી નાખવાની ધમકી: આરોપીની ધરપકડ


SHARE









 

વાંકાનેરમાં વ્હોટ્સએપ ગુપમાં ઓડિયો ક્લિપ મૂકીને આધેડને મારી નાખવાની ધમકી: આરોપીની ધરપકડ

વાંકાનેરની બ્રહ્મ સમાજ સોસાયટીમાં રહેતા આધેડને વ્હોટ્સએપ ગ્રુપમાં ઓડિયો ક્લિપ મૂકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની બ્રહ્મ સમાજ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ ડાયાભાઈ ખાંડેખા જાતે રાજગોર બ્રાહ્મણ (૫૪)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે રામાભાઇ રાજસીભાઇ ખાંડેખા રહે ખાંડેક તાલુકો રાપર જિલ્લો કચ્છ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી સાથે જમીન બાબતની તકરાર ચાલતી હોય તે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીને મોબાઈલ નંબર ૬૩૫૪૮૪૯૫૫૯ ઉપરથી દાદા ગોવા વ્હોટ્સએપ ગુપમાં ઓડિયો મૂકીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના ધરમપુર ગામે રહેતો સુધીર વશરામભાઈ ઉપસારીયા (૩૬) નામનો યુવાન પોતાના ઘરેથી કારખાના તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ટિંબડી નજીક બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા થવાથી ઈજા પામલ યુવાનને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે




Latest News