મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી અદાલત મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત મોરબીના ખાટકીવાસમાં લાયસન્સ ન માટે ત્યાં સુધી કતલખાના બંધ રાખવાની લેખિત બાહેંધરી ન મળે તો મિકલતો કરશે સીલ: ડેપ્યુટી કમિશ્નર ધોળાવીરાને કેટેગરી-A, કચ્છના ઐતિહાસિક વારસાને દેશના ટોચના સ્મારકો મળ્યું સ્થાન: સાંસદ વિનોદભાઇ ચાવડા બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર
Breaking news
Morbi Today

મોરબીમાં એસિડ પી ગયેલ પ્રેમી યુવાનનું મોત


SHARE









મોરબીમાં એસિડ પી ગયેલ પ્રેમી યુવાનનું મોત

મોરબી શહેરના વીસીપરાની અંદર આવેલ રોહીદાસપરામાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હોય તે બાબતે બોલાચાલી અને અને ઝઘડો કર્યો હતો ત્યાર બાદ તે યુવાન એસિડ પી ગયો હતો જેથી તેને સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેની બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા રમેશ મનસુખ ચૌહાણ (૨૩) નામના યુવાનને એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામા આવ્યો હતો અને આ બનાવ અંગેની પોલીસ દ્વારા નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને રાજકોટ ખાતે હોસ્પિટલના બિછાનેથી રમેશ ચૌહાણે પોલીસને નિવેદન આપ્યું હતું તેમાં તેને જણાવ્યુ હતું કે, તેને પ્રેમ સબંધ હોય તે બાબતે બોલાચાલી અને ઝઘડો કરીને અજાભાઈ અને દયાબેન નામના વ્યક્તિઓએ તેને એસિડ પીવડાવી દીધેલ છે જો કે, રાજકોટ ખાતે સારવાર દરમ્યાન રમેશ મનસુખ ચૌહાણનું મોત નીપજયું છે અને હાલમાં પોલીસે રમેશ ચૌહાણે એસિડ પી લીધું હોય તેનું મોત નીપજયું હોવાની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

ઝેરી દવા પીધી

હળવદ શહેરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલ જય બજરંગ વાડી નજીક રહેતો રવિ પરસોતમભાઈ સોલંકી (૨૫) નામનો યુવાન ઘરે હતો ત્યારે ઝેરી દવા પી જતા તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

ફિનાઇલ પીધું

મોરબી નજીકના વિસ્તારમાં આવેલ ડેલ્ટા જીઓ કારખાનાની અંદર રહેતી અને મજૂરી કામ કરતી મુસ્કાન શુકબતીભાઈ રેકવાર (૨૬) નામની મહિલા લાલપરથી ભડીયાદ રોડ ઉપર હતી ત્યારે ફિનાઇલ પી ગઈ હતી જેથી તેને ગોવિંદ આદિવાસી સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે




Latest News