હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાના પાસે માર મારીને યુવાનની હત્યા કરનારા ત્રણેય આરોપી જેલ હવાલે


SHARE













મોરબી નજીક કારખાના પાસે માર મારીને યુવાનની હત્યા કરનારા ત્રણેય આરોપી જેલ હવાલે

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે યુવાનને માર મારીને તેની હત્યા કરી નાખી હતી જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહનું ફોરેન્સિક પીએમ રાજકોટ ખાતે કરવવામાં આવ્યું હતું ત્યાર બાદ પોલીસે બિસ્કોન સિરામિકના સિક્યુરિટી ગાર્ડ સાહિત ત્રણ શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ ગુનામાં ત્રણ આરોપીને પકડવામાં આવેલ હતા અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલા હવાલે કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડયો હતો અને મૃતકને માર માર્યો હોવાથી તેનું મોત નીપજયું હોવાનું સામે આવતા પોલીસે રણજીતભાઈ પરવાસીયા મોલ જાતે સબર (૪૧) રહે. હાલ સીમસ્ટોન સીરામીક લેબર કવાર્ટર વઘાસીયા ટોલનાકાથી મોરબી તરફ તાલુકો વાંકાનેર મૂળ રહે ઓરિસ્સા વાળાની ફરિયાદ લઈને હત્યાનો ગુનો નોંધીને મહેશભાઈ વસુનિયા, રાજેન્દ્ર ગુર્જર અને ઈરફાન કુરેશી રહે. ત્રણેય બિસ્કોન સીરામીક નીચી માંડલ નજીક મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ આવી હતી અને મરણ જનાર ટિક્કીસિંગ ચેતન્યસિંગ બીસ્કોન સીરામીક કારખાનામાં જવા માંગતો હોય બીસ્કોન સીરામીકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા આરોપી મહેશભાઈ વસુનીયા સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ મહેશભાઈ વસુનીયાએ રાજેન્દ્ર ગુર્જર અને ઈરફાન કુરેશીને બોલાવ્યા હતા અને તે ત્રણેય મળીને હાથેથી તથા લાકડી વડે ટિક્કીસિંગને માર માર્યો હતો જેથી કરીને ટિક્કીસિંગનું મોત નીપજ્યું હતું આ ગુનામાં મોરબી તાલુકા પીઆઇ કે.એ. વાળા અને તેની ટીમે તેમજ એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલ અને તેની ટીમે આરોપી રાજેન્દ્ર બનેસિંહ ખુલજી ગુર્જર (૨૮) સીકયુરીટી ઇન્ચાર્જ રહે. અમરપુરા (ખાકરા તેજા પંચાયત) તા.ખ્યાવરા જિલ્લો રાજગઢ (એમ.પી.) હાલ. ગુર્જર હોટલ, આંદરણા તાલુકો મોરબી, મહેશ ભુરાભાઇ વસુનીયા જાતે આદીવાસી (૨૭) સીકયુરીટી રહે. ભુરીઘાટી, તડવી ફળીયુ,(પાંચ પીપળા પંચાયત જીલ્લો જાંબુઆ એમ.પી.) હાલ બીસકોન સીરામીક ફીકટરીમાં નીંચીમાંડલ અને અબરાર ઉર્ફે ઇરફાન રઇશખાન કુરેશી જાતે મુસ્લીમ (૨૩) સીકયુરીટી (રહે, કટવર સાહીપુર તાલુકો લાલગંજ જિલ્લો પ્રતાપગઢ યુ.પી.) હાલ. ગુર્જર હોટલ, આંદરણા મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે






Latest News