હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પાર્કિંગ મુદે વેપારીને માર મારવાના ગુનામાં સિક્યુરિટીના ચાર માણસોની ધરપકડ


SHARE







મોરબીમાં પાર્કિંગ મુદે વેપારીને માર મારવાના ગુનામાં સિક્યુરિટીના ચાર માણસોની ધરપકડ

મોરબીના સનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં આવેલ શોપિંગ સેન્ટરમાં સ્કાય મોલનું પાર્કિંગ કરવામાં આવતું હોવાથી ત્યના વેપારીઓ દ્વારા તે બાબતે ચર્ચા કરવામાં આવતી હતી દરમ્યાન ત્યાંના વેપારીને સ્કાય મોલમાં સિક્યુરિટીનું કામ સંભાળતા ચાર શખ્સો દ્વારા વેપારી યુવાનને માર મારવામાં આવ્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ ગોકુલ મથુરા સોસાયટી મારુતિનગર બ્લોક નંબર ૨૦૨ માં રહેતા અને સનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં આવેલ શોપિંગ સેન્ટરમાં નિકુ ટેલિકોમ નામની દુકાન ધરાવતા નરેન્દ્રભાઈ ઉર્ફે નિકુ પ્રભુલાલ અઘેરા જાતે પટેલ (૩૧)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિનેશભાઈ રબારીદિલીપભાઈ રબારીસંજયભાઈ રબારી અને એક અજાણ્યો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે માર માર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે સ્કાય મોલમાં આવતા ગ્રાહકો અને કર્મચારીઓના વાહનનું પાર્કિંગ તેઓના શોપિંગ સેન્ટરની આસપાસમાં અને શેરીમાં કરવામાં આવતું હોય છે જેથી કરીને ત્યાં વાહન પાર્કિંગ નડતરરૂપ થાય છે આ બાબતે સ્કાય મોલના મેનેજર ભરતભાઈ નાણાવટી સાથે વાત કરી હતી ત્યારબાદ ભરતભાઈ નાણાવટી અને દિલીપભાઈ રબારી બંને ત્યાં આવ્યા હતા અને ત્યારે દિલીપભાઈ રબારી “રસ્તાના પાર્કિંગનું પતસે નહીં” તેમ કહેવા લાગેલ અને તમારાથી જે થાય તે કરી લેજો તેમ કહ્યું હતું બાદમાં સંજય રબારી કેજે સ્કાય મોલમાં સિક્યુરિટીમાં જ છે તે તેની સામે આંગળી ચીંધીને ગાળો બોલવા લાગ્યો હતો અને દિનેશ રબારીસંજય રબારી અને દિલીપ રબારી તથા અજાણ્યા માણસે આવીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને દિનેશ રબારીએ વેપારીને ધમકી આપી હતી કે, “આજે બચી ગયો હવે પાર્કિંગ બાબતે વાત કરવા ન આવતો નહીં તો પતાવી દઈશ” જેથી વેપારી દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી દિનેશભાઈ અમરાભાઈ બાર જાતે રબારી (૩૫) રહે રબારીવાસ મોરબીદિલીપભાઈ કરશનભાઈ કરમરા જાતે રબારી (૩૫) રહે હાલ ધરમનગર સનાળા મૂળ જેતપુર કાઢીસંજયભાઈ જેમલભાઈ મોરિ જાતે રબારી (૨૭) રહે રબારીવાસ મોરબી અને મહેશભાઇ હીરાભાઈ ભૂંભારિયા જાતે રબારી (૩૩) રહે રબારીવાસ મોરબી વાળની હે કોન્સટેબલ એમ.પી. ઝાલાએ ધરપકડ કરીને આરોપીઓને જમીનમુક્ત કરવામાં આવ્યા છે 






Latest News