વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારી ઝડપાયા: ૮૫૨૦૦ નો મુદામાલ કબજે


SHARE









હળવદમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારી ઝડપાયા: ૮૫૨૦૦ નો મુદામાલ કબજે

હળવદમાં આવેલ મહર્ષિ સોસાયટી ખાતે ફળિયામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ, મોબાઈલ અને બાઈક વગેરે મળીને ૮૫૨૦૦ નો મુદામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો છે અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ ખાતે મહર્ષિ સોસાયટીમાં રહેતા નિલેશભાઈ રમણીકભાઈ ગોઠીના ફળિયામાં જાહેર શેરીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી પોલીસની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે નિલેશભાઈ રમણીકભાઈ ગોઠી (૨૮), પંકજભાઈ જગદીશભાઈ જોશી (૩૯), જયેશભાઈ અમરતભાઈ રાઠોડ (૩૩), કૌશિકભાઈ પ્રવીણભાઈ ગોસ્વામી (૩૦) અને હિતુભા સામંતસિંહ ઝાલા (૩૮) રહે. બધા હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૦૨૦૦ ની રોકડ, ૨૫૦૦૦ ની કિંમતના પાંચ મોબાઇલ અને ૪૦૦૦૦ ની કિંમતના બે બાઈક આમ કુલ મળીને ૮૫૨૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વરલી જુગાર

હળવદ તાલુકાના ચરાડવા ગામે તળાવની પાળ પાસે બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જગદીશભાઈ ચતુરભાઈ માકાસણા જાતે પટેલ (૫૧) રહે. મસ્જિદ પાસે ચરાડવા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩૨૦૦ ની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે વરલી જુગારની માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે તળાવની પાળ પાસે રેડ કરવામાં આવી હતી ત્યારે સાદિકભાઈ દાઉદભાઈ ભટ્ટી જાતે વાઘેર (૩૬) રહે. વવાણીયા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે ૬૫૦ રૂપિયાની રોકડ તેની પાસેથી કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News