આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

ટંકારાના વાઘગઢમાં જુગાર રમતા ચાર જુગારી પકડાતાં: ૭૫,૯૫૦ નો મુદ્દામાલ કબજે


SHARE













ટંકારાના વાઘગઢમાં જુગાર રમતા ચાર જુગારી પકડાતાં: ૭૫,૯૫૦ નો મુદ્દામાલ કબજે

ટંકારા તાલુકાના વાઘગઢ ગામે મંદિર નજીક જુગાર રમતા હોવાની હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૭૫૯૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વાઘગઢ ગામે માતાજીના મંદિર પાસે ખુલ્લા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વલ્લભભાઈ લાલજીભાઈ બારૈયા (૪૩), અશ્વિનસિંહ મહિપતસિંહ ઝાલા (૩૪), નિલેશભાઈ ગંગારામભાઈ વાઘેલા (૩૧) અને નરસેયાભાઈ રેમલીયાભાઈ મેહડા (૩૨) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૩૫,૪૫૦ ની રોકડ, ૫૫૦૦ ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન અને ૩૫૦૦૦ ની કિંમતનું એક બુલેટ આમ કુલ મળીને ૭૫૯૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરેલ છે

વરલી જુગાર

હળવદ તાલુકાના ચરાડવા ગામે રણછોડરાયના મંદિર પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા જેથી સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે નિલેશભાઈ વિનુભાઈ મહેતા જાતે બ્રાહ્મણ (૪૪) રહે ચરાડવા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૧૩૭૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News