મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે છરી સાથે ફોટો પડતાં શખ્સે સમું કેમ જોવે છે કહીને યુવાનને છરી-પાઇપ વડે માર માર્યો


SHARE









મોરબીના લાલપર પાસે છરી સાથે ફોટો પડતાં શખ્સે સમું કેમ જોવે છે કહીને યુવાનને છરી-પાઇપ વડે માર માર્યો

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે બસ સ્ટેન્ડ નજીક નાસ્તાની લારીએ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં હાલમાં વળતી ફરિયાદ નોંધાઇ છે જેમાં છરી સાથે ફોટો પાડનારા આરોપી સામે જોતા ફરિયાદીને “સામું કેમ જુઓ છો” તેવું કહીને ગાળો આપી હતી ત્યારબાદ પેટના ભાગે છરી વડે ઈજા કરી હતી અને પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલ વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ યદુનંદન સોસાયટી શેરી નં-૧ માં રહેતા અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા ભગીરથસિંહ વીરભદ્રસિંહ ચુડાસમા જાતે દરબાર (૪૧) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિનેશભાઈ અને હમીરભાઇ રહે. બંને મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, લાલપર ગામે બસ સ્ટેશનની પાસે નાસ્તાની લારીએ તે નાસ્તો કરવા માટે ગયો હતો ત્યારે આરોપીઓ ત્યાં છરી સાથે ફોટો પાડતા હતા અને તેની સામે ફરિયાદીએ જોતા આરોપીઓએ “સામું કેમ જુઓ છો” તેવું કહીને ગાળો આપી હતી અને દિનેશના હાથમાં રહેલ છરી વડે ફરિયાદીને પેટના ભાગે ઇજા કરી હતી અને હમીરભાઈએ પ્લાસ્ટિકના પાઇપથી માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા ભગીરથસિંહ ચુડાસમાને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે દિનેશભાઈ અને હમીરભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી યાદ કરી છે અત્રે ઉલ્લેખનીએ છે કે મારામારીના આ બનાવ સંદર્ભે ગઈકાલે દિનેશભાઈએ ચાર શખ્સોની સામે મારામારીની ફરિયાદ નોંધાવી હતી આમ આ બનાવમાં સામસામે ફરિયાદો નોંધાતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News