મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડમાં ઉધારમાં વસ્તુ આપવાની ના કહેતા વેપારીને ચાર શખ્સોએ માર માર્યો


SHARE









માળીયા (મી)ના સરવડમાં ઉધારમાં વસ્તુ આપવાની ના કહેતા વેપારીને ચાર શખ્સોએ માર માર્યો

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે પાનની દુકાને ઉધારમાં ચીજ વસ્તુ આપવાની દુકાનદારે ના પાડી હતી જેથી કરીને તેને ગાળો આપીને ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ચાર શખ્સોની સામે હાલમાં ભોગ બનેલા દુકાનદારે માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા માળિયા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના સરવડ ગામે વિવેક પાન નામની દુકાન ધરાવતા જયસુખભાઈ છગનભાઈ જાકાસણીયા જાતે પટેલ (૫૨)એ હાલમાં નવનીતભાઈ શાંતિલાલ સરડવા, શાંતિલાલ લાલજીભાઈ સરડવા, રાજેશભાઈ દેવશીભાઈ સરડવા અને પુનિતભાઈ પ્રભુભાઈ સરડવા રહે. બધા સરવડ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેની દુકાને આરોપી નવનીત આવ્યો હતો અને ત્યારે ફરિયાદી તેને ઉધારમાં ચીજ વસ્તુ આપવાની ના પાડી હતી જે બાબતનો ખાસ રાખીને શાંતિલાલ સરડવાએ દુકાને આવીને ફરિયાદીનો કાંઠલો પકડીને તેને ગાળો આપી હતી અને નવનીત સરડવાએ ધોકા વડે ફરિયાદીને માથામાં તેમજ જમણા હાથે માર મારીને ઈજા કરી હતી જો કે, આરોપી રાજેશભાઈ અને પુનિતભાઈએ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News