ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે મહિલાની છેડતી કરનારા આરોપીની ધરપકડ


SHARE











મોરબીના મકનસર ગામે મહિલાની છેડતી કરનારા આરોપીની ધરપકડ

મોરબીના મકનસર ગામે રહેતી મહિલાની શાબ્દિક અપમાનિત ટિપ્પણી કરીને નિર્લજ હુમલો કરીને છેડતી કરવામાં આવી હતી જેથી મહિલાએ “તારા ઘરમાં મા બેન દીકરી નથી” તેવું કહેતા ઉશ્કેરાઈ ગયેલ શખ્સ લાકડીના ધોકા સાથે તે મહિલાના ઘરે આવ્યો હતો અને ત્યારે મહિલા તેના પતિ અને બે સંતાનોને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની મહિલાના પતિએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જુના મકનસર ગામે રહેતા પરિવારની મહિલાને શાબ્દિક અપમાનિત ટીપ્પણી કરવામાં આવી હતી અને નિર્લજ હુમલો કરી છેડતી કરવામાં આવી હતી જેથી મહિલાએ છેડતી કરનાર શખ્સને “તારે મા, બેન, દીકરી નથી” તેવું કહ્યું હતું જેથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તે મહિલાના ઘર પાસે આવીને મહિલાને ગાળો આપી હતી અને ધોકા વડે માર માર્યો હતો. તેમજ તેના પતિ અને બે સંતાનોને પણ ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાના પતિ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બેરા અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૫૪, ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ અને જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં આરોપીને પીએસઆઈ બો.એમ. બગડા અને તેના રાઇટર વાસુદેવ સોનાગ્રા દ્વારા આરોપી નિતિન ઉર્ફે બેરો વાલજીભાઇ પરમાર (૨૮) રહે. જૂના મકાનસર વાળાની ધરપકડ કરેલ છે

લાલપર અકસ્માત
મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ જોધપર ગામના વતની મહેબુબભાઇ નૂરમહંમદભાઈ ખોરજીયા (ઉમર ૫૦) નામના આધેડને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે લાલપર ગામના પાટીયા પાસે સ્ટાર પેટ્રોલ પંપ સામે તેમના બાઈક સાથે કૂતરું અથડાતા અકસ્માતે તેઓ બાઈક સહિત નીચે પડી ગયા હતા જેથી તેમને ઈજા થતા ઈસ્માઈલભાઈ ખોરજિયા સારવાર માટે લાવ્યા હતા.તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના કંડલા બાયપાસ કામઘેનું પાર્ટી પ્લોટ પાસે રહેતા પોપટભાઈ અણદાભાઈ ડાભી નામના ૬૫ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતમાં ઈજા થતા તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે પાછળથી અજાણ્યા રીક્ષા ચાલકે તેઓના બાઇકને ઠોકર મારી હતી.જેથી પોપટભાઈ ડાભીને ઇજાઓ થતા દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા જે અંગે હોસ્પિટલ તરફથી જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલ ફુલતરીયા દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી હતી.

યુવાન સારવારમાં
મોરબીના શનાળા ગામે સાંઈબાબા મંદિર વાળી શેરીમાં રહેતા દીપકભાઇ વશરામભાઈ સનારીયા નામના ૨૮ વર્ષના યુવાને ગામના ઝાંપા નજીક કોઈ કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી તેને પણ સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ અંગે હોષ્પીટલ દ્રારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલે તપાસ હાથ ધરી હતી અને તેમાં ભોગ બનનાર દિપકભાઈ સનારીયાએ આપેલ નિવેદનમાં તેણે ભૂલથી ફિનાઈલ પી લીધું હોવાનું સામે આવ્યું છે.






Latest News