મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીના માટેલ રોડે સીરામીક યુનિટની છત ઉપરથી નીચે પડતા યુવાનનું મોત


SHARE









મોરબીના માટેલ રોડે સીરામીક યુનિટની છત ઉપરથી નીચે પડતા યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ ગામે માટેલ રોડ ઉપર સીરામીક યુનિટમાં અકસ્માત બનાવ બન્યો હતો જેમાં સીરામીક યુનિટની અંદર છત ઉપરથી નીચે પડી જતા મોરબીના યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ રોડ ઉપર રોલ્ટા સીરામીક નામના યુનિટની છત ઉપરથી કોઇ રીતે નીચે પડી જવાથી રણજીત ભરતભાઈ ડાભી (ઉમર ૨૨) રહે.મફતિયાપરા વિદ્યુતનગર પાસે સર્કિટ હાઉસની સામે સામાકાંઠે મોરબી-૨ નું મોત નિપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હોય સીટી એ ડિવિઝન પોલીસ મથકના પી.વી.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદનો હોય વાંકાનેર પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ નજીક નવા પોલીસ કવાટર નજીકથી જઈ રહેલા રાજેશભાઈ પરસોત્તમભાઈ ઠક્કર (ઉમર ૪૩) રહે. નંદવાણા ઢોરો વાંકાનેર વાળાને અજાણ્યા બાઈક વાળાએ પાછળથી હડફેટે લેતા ઇજા પામેલા રાજેશભાઈ ઠક્કરને તેમના જીજાજી દીપકભાઈ ગોવાણી દ્વારા સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બનાવને પગલે હોસ્પિટલ તરફથી જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહી છે.

આધેડ સારવારમાં

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલા કંકાવટી ગામના વતની અમરાભાઇ દેવાભાઈ મુંધવા નામના ૫૦ વર્ષના આધેડ મોરબીના રાપર ગામે સિમ વિસ્તારમાં ભેંસ ચરાવી રહ્યા હતા ત્યારે તેઓનો પગ કાદવમાં લપસીને પડી જવાથી ઈજા પામતા તેમને સારવાર માટે હળવદની યુનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી કાગળ આવતા હાલ તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.

બાળક સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર રહેતો બિનોદ ગણેશભાઈ સોની નામનો ૧૨ વર્ષનો બાળક મોરબીના રવાપર રોડ એવન્યુ પાર્કના ગેઇટ પાસેથી સાયકલ લઈને જતો હતો ત્યારે તે સાયકલમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.






Latest News