મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબી-માળીયામાં જુગારની બે રેડ: ત્રણ મહિલા સહિત કુલ ૧૨ જુગારીઓ પકડાયા


SHARE









મોરબી-માળીયામાં જુગારની બે રેડ: ત્રણ મહિલા સહિત કુલ ૧૨ જુગારીઓ પકડાયા

માળીયા મીયાણાના વાગડિયા જાપા પાસે તેમજ મોરબીના વીસીપરા વિસ્તારમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્રણ મહિલા સહિત કુલ મળીને ૧૨ જુગારીઓ પકડાયા હતા જેથી કરીને પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા જુગારના બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે માળીયા મિયાણામાં વાગડીયા જાપા પાસે જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મુસ્તાકભાઈ દાઉદભાઈ ભટ્ટી (૨૯), સાઉદીનભાઈ જાનમહમ્મદભાઈ ભટ્ટી (૩૦), યુનુસભાઈ તાજમામદભાઈ ભટ્ટી (૨૮), કાસમભાઇ જુમાભાઇ મોવર (૪૪), ઇરફાનભાઇ સલીમભાઈ કટિયા (૩૩), ફતેહમામદભાઈ તાજમહમદભાઈ જામ (૨૮) અને સિકંદરભાઈ જાનમમદભાઈ ભટ્ટી (૩૦) રહે. બધા માળીયા મીયાણા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦,૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે માળિયા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં કુબેર આઈસ ફેક્ટરી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઈરફાનભાઇ રહીમભાઈ નારેજા (૩૦), અફજલભાઈ ઉર્ફે અપુડો કરીમભાઈ સુમરા (૨૯), કરીમાબેન આમદભાઈ સમા (૪૫), મરિયમબેન રહીમભાઈ સુમરા (૫૦) અને જાનબાઈ રહીમભાઈ નારેજા (૫૨) રહે. બધા વીસીપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૦૩૦ ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News