મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે કારખાનામાં આવતી ગાયને કાઢવા જતાં લપસી પડેલા સિક્યુરિટી ગાર્ડનું મોત


SHARE







મોરબીના બેલા પાસે કારખાનામાં આવતી ગાયને કાઢવા જતાં લપસી પડેલા સિક્યુરિટી ગાર્ડનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધ કારખાનામાં આવતી ગાયને બહાર કાઢવા માટે જતા હતા ત્યારે રસ્તામાં લપસી જતાં નીચે પડ્યા હતા જેથી માથામાં ગંભીર ઇજા થઈ હતી માટે તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતકના દીકરા દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ ઉપર એસ્ટ્રીક સિરામિક કારખાનામાં રહેતા અને ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા તુલસીરામ ભદોલે કોરી જાતે ઠાકોર (૬૫) નામના વૃદ્ધ કારખાનાના ગેટમાંથી ગાય અંદર આવતી હોય તેને બહાર કાઢવા માટે જતા હતા ત્યારે અકસ્માતે તેનો પગ લપસી જતાં તે ખાડામાં પડી ગયા હતા જેથી તેઓને ઇજા થઈ હતી અને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર કારગત નહીં નિવડતા તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મૃતકના દીકરા રામખીલોને ઉર્ફે કમલેશભાઈ તુલસીરામ કોરી (૩૦) રહે હાલ એસ્ટ્રીક સિરામિક બેલા મોરબી મૂળ રહેવાસી એમપી વાળાએ મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે






Latest News